Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગૂગલ પેથી ઈંધણ ખરીદી પર IOCL દ્વારા કેશબેક મળશે

ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો માટે સારા સમાચાર : ઈંધણની ખરીદીને વધુ લાભદાયી બનાવવા માટે ઈન્ડિયન ઓઈલ અને ગૂગલ પેએ ભાગીદારીની જાહેરાત કરી

અમદાવાદ , તા.૧૫ : ઈન્ડિયન ઓઈલ અને ગૂગલ પેના ગ્રાહકો માટે  ઈંધણની ખરીદીને વધુ લાભદાયી બનાવવા માટે ઈન્ડિયન ઓઈલ અને ગૂગલ પેએ ભાગીદારીની જાહેરાત કરી છે. દેશભરમાં ફેલાયેલા ૩૦,૦૦૦થી વધુ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ગૂગલ પે એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી ઇંધણની ખરીદી પર, ગ્રાહકો હવે નિયમો અને શરતોને આધિન કેશબેક પેટેરૂ. ૫૦૦ સુધીની કમાણી કરી શકે છે.

ભાગીદારી જેમ જેમ આગળ વધશે તેમ તેમ બંને કંપની ગૂગલ પે એપ્લિકેશન પર ઇન્ડિયન ઓઇલના દેશવ્યાપી લોયલ્ટી પ્રોગ્રામ એક્સટ્રા રિવોર્ડ્સને સુલભ બનાવવાની પણ યોજના ધરાવે છે. ઇન્ડિયન ઓઇલ અને ગૂગલ પે ગ્રાહકો ગૂગલ પે એપ્લિકેશન દ્વારા એક્સટ્રારિવોર્ડ્સ લોયલ્ટી પોઇન્ટ્સ કમાઈ શકશે અને રિડીમ કરી શકશે.

આ સુવિધા ઇન્ડિયન ઓઇલના સમજદાર ગ્રાહકો અને ગૂગલ પેના યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવશે. ગૂગલ પેના યુઝર્સ ઇન્ડિયનઓઇલના એક્સટ્રા રિવોર્ડ્સ લોયલ્ટી પ્રોગ્રામની મેમ્બરશીપ માટે સાઇન અપ કરી શકે છે અથવા હાલના સભ્યપદને તેમના ગૂગલ પે એકાઉન્ટ સાથે લિંક કરી શકે છે.

આ ગ્રાહક સુવિધા પહેલ વિશે વિસ્તૃત માહિતી આપતાં ઇન્ડિયનઓઇલના ચેરમેન એસ એમ વૈદ્યએ જણાવ્યું હતું કે, દેશમાં રિટેલ ઈંધણનો પર્યાય એવી ઈન્ડિયનઓઈલ બ્રાન્ડ તથા  ડિજિટલ ક્ષેત્રે વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલની ભાગીદારીથી અમે અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. ઇન્ડિયનઓઇલ ખાતે, અમે અમારા ગ્રાહકોને હંમેશા અત્યાધુનિક ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. 

(8:46 pm IST)