Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ટાઈમે 2021 ના 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી: પીએમ મોદી, બંગાળના સીએમ મમતા બેનરજીનો સમાવેશ

ગ્લોબલ નેતાઓમાં તાલિબાનના ફાઉન્ડર અબ્દુલ ગની બરાબર, અમેરિકી પ્રમુખ જો બાયડન, કમલા હેરિસ, શી જિનપિંગ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ

નવી દિલ્હી :ટાઈમે 2021 ના 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે જેમાં પ્રધાનમંત્રી મોદી, બંગાળના સીએમ મમતા બેનરજી સામેલ છે તેમજ સીરમના સીઈઓ અદાર પુનાવાલાનું નામ સામેલ કરાયું છે

 દુનિયાનું પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમએ 2021 ની સાલના દુનિયાના 100 પ્રભાવશાળી લોકો ભારત તરફથી પ્રધાનમંત્રી મોદી, બંગાળના સીએમ મમતા બેનરજી, તથા સીરમના સીઈઓ અદાર પુનાવાલાનું નામ સામેલ કરાયું છે.

ગ્લોબલ નેતાઓમાં તાલિબાનના ફાઉન્ડર અબ્દુલ ગની બરાબર, અમેરિકી પ્રમુખ જો બાયડન, કમલા હેરિસ, શી જિનપિંગ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે.

  ટાઈમના ગ્લોબલ લિસ્ટમાં અમેરિકી પ્રમુખ બાયડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ, ડ્યૂક અને ડચિસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેઘન સામેલ છે. પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાઈમ રઈસી અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નામ પણ સામેલ છે. 
ટાઈમની100 પ્રભાવશાળી લોકોની યાદીમાં તાલિબાની ફાઉન્ડર મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ પણ સામેલ છે.

(9:23 pm IST)