Gujarati News

Gujarati News

News of Friday, 15th September 2023

લીબિયામાં પુરપ્રકોપ : મૃત્‍યુઆંક ૨૦,૦૦૦ : અડધુ શહેર સાફ

જયાં નજર કરો ત્‍યાં તબાહીનું તાંડવ : લાશોના ઢગલા...તુટેલી ઇમારતો... ગાડીઓમાં બેઠેલા લોકો તણાઇ ગયા : બે ડેમ તુટતા ભયાનક તબાહીઃ હજારો લોકો લાપતા : કેટલાકને દરીયો તાણી ગયો તો કેટલાક હજુ કાટમાળ હેઠળ : હવે રોગચાળાનો ખતરો

ત્રિપોલી, તા.૧૫: લીબિયામાં આવેલા ભારે પૂરને કારણે ૨૦ હજારથી વધુ લોકોના મોતની આશંકા છે. દરમિયાન, અધિકારીઓએ કહ્યું છે કે આ ઘટનાઓની તપાસ થવી જોઈએ. લિબિયાના આધુનિક ઈતિહાસમાં આ સૌથી મોટી દુર્ઘટના છે, જેમાં માર્યા ગયેલા લોકોના મળતદેહ પણ મળતા નથી. બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે દરિયાઈ પૂર શહેરમાં ઘૂસી ગયું હતું અને તેના પાણીની સાથે અનેક લોકો વહી ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેમાંથી મોટાભાગના લોકો મળત્‍યુ પામ્‍યા છે, પરંતુ મળતદેહોની શોધ કરવી મુશ્‍કેલ બની રહી છે. લિબિયાના ડેર્ના શહેરનો લગભગ અડધો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્‍યો છે.

ડેરના શહેરના મેયર અબ્‍દુલમેનમ અલ-ગૈથીએ કહ્યું કે શહેરમાં મળત્‍યુઆંક ૧૮ થી ૨૦ હજાર સુધી પહોંચી ગયો છે. આટલું જ નહીં, તેમણે કહ્યું કે હવે રોગચાળો ફેલાય તેવી મોટી  દહેશત છે. પાણીમાં મળતદેહો સડી રહ્યા છે અને રસ્‍તાઓ પર પાણીની સાથે ગંદકી પણ વહી રહી છે. જેના કારણે રોગોનો ખતરો ઉભો થયો છે. દરમિયાન, વિશ્વ હવામાન સંસ્‍થાનું કહેવું છે કે લિબિયામાં આટલા મળત્‍યુને ટાળી શકાયા હોત. સંગઠને કહ્યું કે લીબિયા છેલ્લા એક દાયકાથી ગળહયુદ્ધથી પીડિત છે અને દેશમાં બે અલગ-અલગ સરકારો દ્વારા શાસન ચાલી રહ્યું છે. સ્‍થિતિ એ છે કે લિબિયામાં હવામાન વિભાગ પોતે સક્રિય નથી.

પૂર્વી લિબિયાનું સંચાલન કરતા વહીવટમાં નાગરિક ઉડ્ડયન મંત્રી હિચેમ અબુ ચાકિયોઆતે સમાચાર એજન્‍સી રોઇટર્સને જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધીમાં ૫,૩૦૦ થી વધુ મળતકોની ગણતરી કરવામાં આવી છે. પ્રત્‍યક્ષદર્શીઓ ડેનિયલ વાવાઝોડા સાથે આવેલા આ પૂરની તુલના સુનામી સાથે કરી રહ્યા છે. પાણીની ઉંચી અને જાડી દિવાલ ઈમારતો, વાહનો અને તેની અંદરના લોકોનો નાશ કરતી રહી. જ્‍યારે પૂર ઓસર્યું ત્‍યારે દરેક જગ્‍યાએ કાટમાળના ઢગલા, મળતદેહો અને પલટી ગયેલા વાહનો જોવા મળ્‍યા હતા. તેલ સમળદ્ધ લિબિયામાં બે પ્રતિસ્‍પર્ધી સરકારો દેશ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમાંથી એક પૂર્વ ભાગમાં પ્રભુત્‍વ ધરાવે છે, જ્‍યારે અન્‍ય પશ્‍ચિમમાં રાજધાની ત્રિપોલી પર પ્રભુત્‍વ ધરાવે છે. દેશમાં ચાલી રહેલા ગળહ યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો અત્‍યાર સુધી નિષ્‍ફળ રહ્યા છે.

મેયરે કહ્યું કે ડેરણા શહેર પૂરની આફત બાદ માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે. ભયંકર તોફાન અને તેની સાથે આવેલા પૂરમાં બે ડેમ તૂટી ગયા છે. પરિણામે શહેરનો ચોથા ભાગનો વિસ્‍તાર ધોવાઈ ગયો છે. બચાવકર્મીઓની એક ટીમ એવા ૧૦,૦૦૦ લોકોને શોધવામાં વ્‍યસ્‍ત છે જેઓ પહેલા દિવસથી ગુમ થયા હોવાના અહેવાલ છે. પૂર્વી ભાગના ગળહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્‍યા અનુસાર અત્‍યાર સુધીમાં લગભગ ૫,૩૦૦ લોકોના મોત થયા છે. જોકે આ આંકડાની સ્‍વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

જો દેશમાં હવામાન વિભાગ સક્રિય હોત તો કેટલીક આગાહીઓ થઈ હોત અને પછી લોકોને બચાવી શકાયા હોત. વૈશ્વિક સંસ્‍થાએ કહ્યું કે જો પૂરની આગાહી સમયસર જાણી લેવામાં આવી હોત તો લોકોને વહેલા કયાંક ખસેડવામાં આવ્‍યા હોત. આ ઉપરાંત બચાવ કામગીરી માટે પણ પૂરતો સમય ઉપલબ્‍ધ રહેશે. આ સિવાય ઘણા નિષ્‍ણાતોએ કહ્યું કે ડેરમા શહેર પહેલાથી જ જોખમમાં હતું. આ અંગે અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી કે શહેરમાં કેટલાક ડેમ બનાવવામાં આવે નહીંતર દરિયા કિનારે વસેલું આ શહેર ગમે ત્‍યારે ભયંકર હોનારતનો ભોગ બની શકે છે.

ડેરમા શહેરમાં આવેલ આ પૂર એટલુ ભયંકર હતુ કે મોટી ઈમારતો મિનિટોમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. આવા ઘણા પરિવારો છે જે સંપૂર્ણ રીતે નાશ પામ્‍યા હતા અને એક પણ સભ્‍ય બચ્‍યો ન હતો. એક વ્‍યક્‍તિએ કહ્યું કે તેણે આ દુર્ઘટનામાં તેના સંયુક્‍ત પરિવારના ૧૩ સભ્‍યો ગુમાવ્‍યા છે. પૂરની તીવ્રતા એ હકીકત પરથી સમજી શકાય છે કે મળતદેહોને સામૂહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે અને જેસીબીની મદદથી કબરો ખોદવામાં આવી રહી છે. આફ્રિકન દેશ લિબિયામાં છેલ્લા ૧૦ વર્ષથી ગળહયુદ્ધની સ્‍થિતિ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.

(11:04 am IST)