Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

BAPS ના યશસ્વી ઇતિહાસમાં એક ઐતિહાસિક પૃષ્ઠનો ઉમેરો થયો : અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા રૉબિન્સવિલ મુકામે BAPS મંદિરના પ્રાંગણમાં તપોમૂર્તિ નીલકંઠવર્ણીની વિરાટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 10 ઓક્ટોબર 2021 ના રોજ યોજાયેલ વર્ચ્યુઅલ કાર્યક્રમથી વિશ્વભરના ભાવિકો ભાવવિભોર

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં ન્યૂજર્સીના રૉબિન્સવિલ નગરના વિશાળ સંકુલમાં શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ( BAPS ) એ તેના યશસ્વી ઇતિહાસમાં એક ઐતિહાસિક પૃષ્ઠનો ઉમેરો કર્યો છે.

રવિવાર તા.10 ઓક્ટોબર 2021 વિક્રમ સંવત 2077 અશ્વિન માસ શુક્લ પક્ષની પંચમીના શુભ દિને BAPS ના ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંત સ્વામી ( પૂ.કેશવપ્રસાદ દાસજી ) એ સારંગપુર ,ગુજરાતથી તથા વરિષ્ઠ સદગુરુ સંત પ.પૂ.ઈશ્વરચરણ સ્વામીએ રૉબિન્સવિલ ,ન્યુજર્સી ખાતે નવ નિર્માણ પામતા અક્ષરધામ સંકુલમાં 49' ઊંચી તપોમૂર્તિ નીલકંઠ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા સંપન્ન કરી.વિશ્વભરમાં વસતા લાખો  BAPS સંત્સંગીઓને અનન્ય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રેરણા થકી કોરોના કાળમાં પ્રસન્નતાની અનુભૂતિ કરાવી હતી.એક પગ ઉપર ઉભા રહી તપસ્યા કરતા નીકકંઠવર્ણીની મૂર્તિ પ્રતિષ્ઠા એ બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની અભૂતપૂર્વ આર્ષ દ્રષ્ટિનો પરિપાક હતો.

સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત સંતગણ અને યુવા હરિભક્તોએ પૂ.ઈશ્વરચરણ સ્વામી સાથે સાડા ત્રણ કલાકની વેદોક્ત ,શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી વિદ્વાન સંતગણે સંપન્ન કરાવેલ મહાપૂજામાં વિશ્વવ્યાપી હજારો પરિવારો પણ જોડાઈને કૃતાર્થતા અનુભવતા હતા.

છપૈયામાં જન્મેલા સહજાનંદ સ્વામીનું નામ ઘનશ્યામ હતું.11 વર્ષની ઉંમરે તેમણે ગૃહત્યાગ અધ્યાત્મની શોધમાં ભારતભરમાં 7 વર્ષ 11 દિવસ ' નીલકંઠ ' તરીકે વિચરણ કર્યું.BAPS એ વર્ષો અગાઉ મલ્ટી મીડિયામાં નીલકંઠ સ્વામીની અલૌકિક ઐતિહાસિક વાતો વણી લીધી છે.અક્ષરધામમાં આજે પ્રસ્થાપિત પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ નીલકંઠવર્ણી મૂર્તિની ઊંચાઈ 49 ' છે.જે તેમના આયુષ્યની દ્યોતક છે.
સારંગપુરમાં પ.પૂ.મહંત સ્વામી સાથે વરિષ્ઠ સદગુરુ સંત પૂ.ડોક્ટર સ્વામી પણ હતા.રૉબિન્સવિલ ખાતે પૂ.ઈશ્વરચરણ સ્વામી સાથે અમેરિકા ખાતેના સંતગણ વડા પ.પૂ.શ્રી યજ્ઞવલ્લ્ભ સ્વામી જોડાયા હતા.દિગ્રક્ષણ , કળશપૂજન ,સ્વસ્તિ વાંચન ષોડશોપચાર પૂજન ,આદિ વિસ્તૃત રીતે સંપન્ન કરાયું હતું.નીલકંઠવર્ણી સ્વામીની મૂર્તિની એક હૃદયંગમ સરોવરના તટે પ્રસ્થાપના કરાઈ છે.પૃષ્ઠભૂમિમાં વિશાળ સભાગૃહ ,અને અત્યંત કલાત્મક શિખરધારી મંદિર છે.અને તેની પાછળ અદભુત અક્ષરધામ ' state of the art ' ટેક્નોલોજી સાથે આરસપહાણની લાજવાબ ઇમારત આકાર લઇ રહી છે.

કોરોના કાળને કારણે અક્ષરધામનું લોકાર્પણ એક વર્ષ લંબાતા હવે 2023 માં સંભાવના છે.સેવા ,સમર્પણ ,સદ્દભાવ અને સંસ્થા પ્રતિ અને તેના અધિષ્ઠાતા ગુરુ હરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂ.મહંત સ્વામી પ્રત્યેની અસીમ શ્રદ્ધા BAPS ની અભૂતપૂર્વ પ્રગતિ અને સફળતાનું અનન્ય પરિબળ છે.કારીગર વર્ગ તેમાં જોડાયા હતા.
બંને સ્વામીશ્રીએ કરન્યાસ , અંજન સલાકા આદિ પ્રચલિત શાસ્ત્રોક્ત વિધિથી નીલકંઠવર્ણી સ્વામીને દિવ્ય મૂર્તિમાં પ્રાણ સંચાર કર્યો હતો. ભગવાનને અભિષેક કરાવવા સ્પેશિઅલ ક્રેઈન દ્વારા શંખનો ઉપયોગ કર્યો હતો.તો આકાશમાંથી હેલીકૉપટર દ્વારા પુષ્પ વર્ષા કરાઈ હતી.
સહુ સંત મંડળ ,સત્સંગીઓ મહિલાઓ ,બાળકો ,વતી પૂજ્ય મહંત સ્વામી તથા પૂ.ઈશ્વરચરણ સ્વામીનું પુષ્પહારથી અભિવાદન કરાયું હતું.બાળકોએ નૃત્ય દ્વારા આનંદ વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમના પ્રસારણમાં ટેક્નિકલ સ્તર ઉચ્ચતમ હતું.ભારત અમેરિકા વચ્ચે પૂજા વિધિનું સંકલન BAPS ની ગૌરવપ્રદ ગાથાનું અંગ છે.પરમ વિદ્વાન સંત શ્રી અક્ષર વત્સલ સ્વામીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું સુપેરે સંચાલન કર્યું હતું.
પૂ.ઈશ્વરચરણ સ્વામી અને પૂ.મહંત સ્વામીએ આ પ્રસંગે રૂડા આશીર્વાદ પાઠવતા ભગવાન સ્વામિનારાયણ સર્વના જીવન પથને ઉજાળે કોરોના કાળ સમાપ્ત થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.પૂ.મહંત સ્વામીએ આ કાર્યમાં જોડાયેલ સહુને આશીર્વાદ આપ્યા હતા.

(1:21 pm IST)