Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કર્ણાટક હાઉસિંગ બોર્ડને એક લાખ રૂપિયાનો દંડ : નિયમોનું પાલન કર્યા વિના ભાજપ એમ.પી.ના પત્ની સંચાલિત ટ્રસ્ટને જમીન ફાળવી : ફાળવેલી જમીન પરત કરવાના આદેશ સાથે કર્ણાટક હાઇકોર્ટે દંડ ફટકાર્યો

બેંગ્લોર : કર્ણાટક હાઉસિંગ બોર્ડને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કે જેણે  નિયમોનું પાલન કર્યા વિના ભાજપ એમ.પી.ના પત્ની સંચાલિત ટ્રસ્ટને જમીન ફાળવી હતી.  કર્ણાટક હાઇકોર્ટે ફાળવેલી જમીન પરત કરવાના આદેશ સાથે દંડ પણ ફટકાર્યો છે.

ઉપરોક્ત કિસ્સામાં કર્ણાટક હાઉસિંગ બોર્ડે ભાજપના એમ.પી. ઉમેશ જી.જાધવના પત્ની ગાયત્રી સંચાલિત મુરથી ચેરીટેબલ ટ્રસ્ટને નિયમોનું પાલન કર્યા વિના જમીન ફાળવી હતી.જેના અનુસંધાને તત્કાલીન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સચિન શંકર મગદુમની ડિવિઝન બેન્ચએ ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

નામદાર કોર્ટે ગેરકાયદે ફાળવણી કરનાર અધિકારી વિરુદ્ધ 6 માસમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.તથા તે કાસુરવાન જણાયે  તેની પાસેથી દંડની રકમ વસુલ કરી કર્ણાટક હાઉસિંગ બોર્ડને આપવા હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આદિનારાયણ શેઠી નામક નાગરિક દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને ઉપરોક્ત ચુકાદો આપવામાં આવ્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(9:30 am IST)