Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આતંકવાદીઓ સાથેની ભીષણ મુઠભેડમાં પૂંચ ખાતે વધુ એક લશ્કરી અધિકારી શહીદ થયા: બે જવાનોની સ્થિતિ ગંભીર: જમ્મુ-પૂંછ હાઇવે બંધ કરી દીધો: બે થી ત્રણ આતંકીઓ પણ ઠાર મરાયાનો દાવો

જમ્મુ: કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં વધુ એક સેના અધિકારી શહીદ થયા હતા જ્યારે બે સૈનિકો આજે મોડી સાંજે ગંભીર રીતે ઘાયલ થયા હતા.  આ એન્કાઉન્ટર એ જ આતંકવાદીઓના જૂથ સાથે થઈ રહ્યું છે, જેના હુમલામાં આ રવિવારે એક જુનિયર કમિશન્ડ આર્મી ઓફિસર સહિત ૫ જવાનો શહીદ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના આ આતંકવાદીઓનો ત્રણ દિવસથી તેમનો પીછો કરવા સાથે શોધી રહી હતી અને આજે મોડી સાંજે તેઓનો સામનો થયો ત્યારે સેનાને ફરી ભીષણ એન્કાઉન્ટર સર્જાયેલ.  જો કે સેના દાવો કરે છે કે આજે ૨ થી ૩ આતંકવાદીઓ માર્યા ગયા છે, તેમના મૃતદેહ હજુ સુધી ઉપલબ્ધ નથી થયા, જેના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ શકી નથી.  એન્કાઉન્ટર બાદ જમ્મુ-પૂંછ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

(12:00 am IST)