Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દિલ્હીમાં પેટ્રોલ ૧૦૫ : મુંબઇમાં ૧૧૧

દશેરાએ ઇંધણના ભાવમાં હોળી આજે ફરી વધ્યા પેટ્રોલ - ડિઝલના ભાવ : બંનેમાં ૩૫-૩૫ પૈસા વધી ગયા

બે સપ્તાહમાં પેટ્રોલ ૧૪મી વખત તો ડિઝલ ૧૭ વખત મોંઘુ થયું

નવી દિલ્હી તા. ૧૫ : પેટ્રોલ-ડીઝલની કિંમત માં આજે ફરી વધારો થયો છે. સરકારે ઓઇલ કંપનીઓે આજે ફરી આમ આદમીનો ઝટકો આપ્યો છે. આજ દશેરાના દિવસે એટલે કે શુક્રવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૫-૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. આ વધારે બાદ દેશની રાજધાની નવી દિલ્હી માં એક લીટર પેટ્રોલની કિંમત ૧૦૫.૧૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૩.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. બે સપ્તાહમાં પેટ્રોલના ભાવ ૧૪ વખત તો ૩ સપ્તાહમાં ડિઝલ ૧૭ વખત મોંઘુ થયું છે.

દિલ્હી પેટ્રોલ ૧૦૫.૧૪ રૂપિયા અને ડીઝલ ૯૩.૮૭ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૧૧.૦૯ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૭૮ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ ૧૦૨.૪૦ રૂપિયા અને ડીઝલ ૯૮.૨૬ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા પેટ્રોલ ૧૦૫.૭૬ રૂપિયા અને ડીઝલ ૯૬.૯૮ રૂપિયા પ્રતિ લીટર, અમદાવાદ - પેટ્રોલ ૧૦૧.૮૩ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૧૩ રૂપિયા પ્રતિ લીટર, સુરત - પેટ્રોલ ૧૦૧.૬૮ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૦૧ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ - પેટ્રોલ ૧૦૧.૫૩ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૮૫ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા - પેટ્રોલ ૧૦૧.૩૬ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૬૫ રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે.

(9:54 am IST)