Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જો ડર ગયા વો મર ગયા સમજો

ગૃહમંત્રીના સર્જિકલ સ્ટ્રાઇકના નિવેદનથી ફફડી ઉઠયું પાકિસ્તાન : શાંતિની પીપૂડી વગાડી

ઈસ્લામાબાદ તા. ૧૫ : ગૃહમંત્રી અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો, અને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો. આ નિવેદન બાદ આતંકવાદને સતત પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને હવે શાંતિની વાતો યાદ આવવા લાગી છે. તે પોતાને શાંતિપ્રય દેશ ગણાવી રહ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. અત્રે જણાવવાનું કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત હવે પહેલાની સ્થિતિમાં નથી. તે જડબાતોડ જવાબ આપવાનું જાણે છે.

અમિત શાહના નિવેદનથી પાકિસ્તાનને વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની બીક લાગી રહી છે. આથી તે હવે એવું દર્શાવી રહ્યું છે કે તેને તણાવપૂર્ણ માહોલ બનાવવામાં કોઈ રસ નથી અને તે એક શાંતિપ્રિય દેશ છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલ મુજબ વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. પરંતુ ભારતના કોઈ પણ 'આક્રમક મનસૂબા'ને નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડશે નહીં.

પાકિસ્તાને એમ પણ કહ્યું કે અમિત શાહનું નિવેદન વધુ સર્જિકલ સ્ટ્રાઈક માટે ચેતવણી આપનારું છે. તે બિનજવાબદાર અને ઉત્ત્।ેજક છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે તેમનું ભ્રમપૂર્ણ નિવેદન માત્ર ભારત-આરએસએસ ગઠબંધનના વૈચારિક કારણો અને રાજનીતિક લાભ બંને માટે ક્ષેત્રીય તણાવને ભડકાવવાની પ્રવૃત્ત્િ। દેખાડે છે. જે પાકિસ્તાન પ્રત્યે શત્રુતા પર આધારિત છે. જયારે પાકિસ્તાન તો એક શાંતિપ્રિય દેશ છે. અમે કોઈ પણ આક્રમક મનસૂબાને સંપૂર્ણ રીતે નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.

અમિત શાહે ગોવામાં ગુરુવારે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક ભારતની સુરક્ષામાં એક નવો અધ્યાય હતો. પીએમ મોદી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. અમે સંદેશ આપ્યો કે કોઈ પણ ભારતની સરહદો પર હરકત કરી શકે નહીં. વાતચીતનો સમય હતો પરંતુ હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. યુપીએ સરકારની રક્ષા નીતિની આલોચના કરતા અમિત શાહે કહ્યું કે પહેલા જયારે ભારતની સરહદે હુમલો થતો હતો ત્યારે વાતચીત થતી હતી. પરંતુ હવે સમય બદલો લેવાનો છે.

ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દહેશત ફેલાવવા લાગ્યા છે. પાકિસ્તાનનો ડર વધી ગયો છે. શાહ ૨૩ ઓકટોબરથી ૨૫ ઓકટોબર વચ્ચે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ને ખતમ કર્યા બાદ આ તેમનો પહેલો પ્રવાસ હશે. નોંધનીય છે કે કલમ ૩૭૦ હટ્યા બાદ પાકિસ્તાન ખુબ અકળાયેલું છે.

(9:55 am IST)