Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટનની તબીયત લથડી

હોસ્પિટલમાં કરાયા દાખલ

વોશિંગ્ટન તા. ૧૫ : અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અમેરિકન પ્રવકતાએ આ માહિતી આપી છે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ કિલન્ટનને 'નોન-કોવિડ સંક્રમણ' ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કિલન્ટનનાં પ્રવકતા એન્જલ યૂરેનાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે સાંજે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટનને યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં નોન-કોવિડ સંક્રમણની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિનાં પૂર્વ પ્રવકતા એન્જલ યૂરેનાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, 'મંગળવારે સાંજે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટનને યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં નોન-કોવિડ સંક્રમણની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.' યૂરેનાએ કહ્યું, 'તેઓ સારી સ્થિતિમાં છે અને તેમણે ઉત્ત્।મ સંભાળ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ, ડોકટરો અને નર્સનો ઉત્સાહપૂર્વક આભાર માન્યો છે.' કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇર્વિન મેડિકલ સેન્ટરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સારવાર કરતા ડોકટરોએ સીએનએન ને જણાવ્યું કે, કિલન્ટન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે, જોકે તે શ્વાસ લેવાની મશીન પર નથી. જો કે, સીએનએને કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના વાયરસથી સંક્રમિત નથી અને ન તો તેમને હૃદય સંબંધિત બીમારી છે.

હોસ્પિટલનાં ડોકટરોએ કહ્યું છે કે, બિલ કિલન્ટનને માઇનોર ઇન્ફેકશન હતું અને પેશાબની નળીઓનો વિસ્તાર સંક્રમણને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યો હતો. પરંતુ આ ખૂબ જ મામૂલી છે અને તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. ડોકટરોએ કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિને એન્ટી બાયોટિકસ આપવામાં આવ્યા છે અને તેઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

(12:31 pm IST)