Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

તહેવારની સીઝનમાં અમદાવાદ સહિત દેશના ૨૮ શહેરમાં ૧૦ કિલોનું સ્‍પેશ્‍યલ રસોઈ ગેસ સિલિન્‍ડર મળશે : કિંમત ૬૩૩ રૂા.

નવી દિલ્‍હી, તા. ૧૫ : તહેવારની સીઝનમાં હવે ઘરેલુ એલપીજી સીલીન્‍ડર પણ ૬૩૩ રૂા.માં મળશે. પરંતુ આ સીલીન્‍ડર રસોઈ ગેસનું સિલિન્‍ડર નહિં હોય પરંતુ એક વિશેષ સિલિન્‍ડર ૧૦ કિલોનું હશે.
આ સુવિધા અમદાવાદ સહિત દિલ્‍હી, જયપુર, રાયપુર, લુધીયાણા, ફરીદાબાદ સહિત ૨૮ શહેરોમાં શરૂ કરાઈ છે.
આ ૧૦ કિલોના સીલીન્‍ડર ઉપરાંત ૫ કિલોનું સિલિન્‍ડર પણ રૂા.૫૦૨માં ભરાવી શકાશે.

 

(11:18 am IST)