Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ફેસબુકનું બ્લેક લીસ્ટ લીકઃ ખતરનાખની યાદીમાં ભારતના ૧૦ નામ

નવી દિલ્હી, તા.૧૫: ફેસબુકની ડન્જરસ ઇન્ડીવીઝીયુઅલ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સના લીસ્ટમાં ભારતના ૧૦ સંગઠનોના નામ છે. જેના ઉપર ૪ હજારથી વધુ ચરમપંથી, ઉગ્રવાદી સમુહો અને લોકોની બ્લેક લીસ્ટનો ભાગ છે. જેને ફેસબુક ખતરનાખ માને છે અને પોતાના પ્લેટફોર્મ ઉપર બેન કરે છે. આ લીસ્ટને ધ ઇન્ટરસ્ટેટ લીક કર્યુ છે.

જે ૧૦ સમુહના નામ લીક થયા છે તેમાં સનાતન સંસ્થા, ઇન્ડિયન મુઝાહીદીન, ભાકપા (માઓવાદી), નેશનલીસ્ટ ઓશલીસ્ટ કાઉસીલ ઓફ નાગાલેન્ડ (ઇ સાક-મુઇવા), ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ, પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલી પાક, જૈશ-એ-મોહમ્મદ અફઝલ ગુરૂ સ્કોવડ, કંગલી પાક કમ્યુનિસ્ટ પાર્ટી અને ખાલીસ્તાન ટાઇગર ફોર્સ છે.

(12:04 pm IST)