Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પૂંછમાં ત્રાસવાદી હુમલો : ૨ જવાન શહીદ

આતંકી અથડામણના કારણે રાજૌરી - પૂંછ નેશનલ હાઇવે કરાયો બંધ

શ્રીનગર તા. ૧૫ : જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગુરૂવારની રાત્રે થયેલા આતંકી હુમલામાં એક જેસીઓ સહિત બે સૈનિક શહીદ થઇ ગયા છે. આતંકીઓએ અથડામણને કારણે રાજૌરી- પૂંછ નેશનલ હાઇવેના ટ્રાફિકને પણ રોકી દેવામાં આવ્યો હતો.

એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ બન્ને સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે બચાવી શકાયા નહતા. રિપોર્ટ્સ અનુસાર હજુ પણ ત્યા અથડામણ ચાલુ છે પરંતુ અત્યાર સુધી કોઇ આતંકીને ઠાર મારવાના સમાચાર નથી.

આટલુ જ નહી કહેવામાં આવી રહ્યુ છે કે સૈનિકો પર ફરી એક વખત તે આતંકીએ એટેક કર્યો છે, જેમણે સોમવારે ઘાત લગાવીને કરેલા હુમલામાં ૫ જવાનોની હત્યા કરી નાખી હતી.

ગુરૂવાર રાત્રે જે આતંકીઓ સાથે સૈનિકોની અથડામણ થઇ તેમાંથી કેટલાક હુમલા પણ સામેલ હતા.

સૈન્ય સુત્રો અનુસાર, આ વખતે હુમલામાં ૪થી ૫ આતંકીઓના સામેલ થવાની વાત કહેવામાં આવી રહી છે. આ તમામ આતંકી તે સમૂહનો ભાગ છે, જેમણે ઓગસ્ટમાં એલઓસી દ્વારા ભારતમાં ઘૂષણખોરી કરી હતી. આ વિશે પોલીસ અને સુરક્ષાદળોને જાણકારી મળી હતી. તે બાદ સુરક્ષાદળોએ ૬ ઓગસ્ટે બે આતંકીઓને ઠાર કર્યા હતા. તે બાદ ફરી એક વખત આતંકી ૧૯ ઓગસ્ટે માર્યા ગયા હતા. જોકે, હજુ પણ તે ગ્રુપમાં આવેલા કેટલાક આતંકી જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે, તે આતંકીઓએ સોમવાર મુગલ રોડ પર સૈનિકો પર હુમલો કર્યો હતો. આ રોડ પૂંછને દક્ષિણ કાશ્મીરના જિલ્લા શોપિયાંને જોડે છે. છેલ્લા ૧૭ વર્ષમાં આ એવો પ્રથમ એન્કાઉન્ટર હતો, જેમાં ભારતીય સેનાને આટલુ મોટુ નુકસાન ઉઠાવવુ પડ્યુ. ગુરૂવારે વધુ બે જવાન શહીદ હોવાની સાથે એક અઠવાડિયામાં કાશ્મીરમાં જીવ ગુમાવનારા સૈનિકોની સંખ્યા વધીને ૭ થઇ ગઇ છે. મંગળવાર બાદ એક જ દિવસ શાંતિ રહી શકી હતી તે બાદ ગુરૂવાર રાત્રે ફરી એન્કાઉન્ટર થયુ હતુ.

(3:09 pm IST)