Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગામડાઓમાં તેલ-ઘી, દાળ, મસાલા શહેરો કરતા મોંઘા

છૂટક અને જથ્થાબંધ મોંઘવારીનો દર ભલે ઘટ્યો

નવી દિલ્હી : દેશમાં જથ્થાબંધ મોંધવારી દરની સાથે છુટક મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં છુટક મોંઘવારી દર ઓગસ્ટના પ.૩ ટકાથી ઘટીને ૪.૩પ પર આવ્યો છે તો જથ્થાબંધ મોંઘવારી દર પણ ૧૧.૩૯ ટકાથી ઘટીને ૧૦.૬૬ ટકા થયો છે. તેમ છતાં લોકો મોંઘવારીથી પરેશાન છે.  મોંઘવારીનો માર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારો પર વધારે પડ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારો શહેરો, કરતા વધારે મોંઘા છે. ખાદ્ય પદાર્થો, કપડા, ચપ્પલ, જૂતા જેવી ચીજો મોંઘી છે.

(3:37 pm IST)