Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આર્યન ટોળકી પાસેથી નશાકારક-કામોત્તેજક દવા મળી

ફ્રી ટિકિટ આપવા પાછળ ભયાનક વૃત્તિ? : એમ.ડી.એમ.એ.દવા લેનાર વ્યકિત બેથી વધારે પાર્ટનર સાથે ૧૪ વખત સેકસ કરી શકે છેઃ નુપુર પાસેથી આવી આઠ ગોળી મળી, ગ્રુપ સેકસનું આયોજન હતું? આ દવાની તીવ્ર આડઅસરો અને તેના નશેડી સમાજ માટે જોખમી બને છે

મુંબઇઃ ક્રુઝ ઉપર ડ્રગ કાંડમાં  ૮ લોકોને ૩ લાખની એક એવી ૮ વીવીઆઇપી ક્રુઝની ટિકિટો મફત આપવામાં આવી હતી. એટલે આ ટિકિટની કિંમત જ ર૪ લાખ રૂપિયા થાય તેવું ચર્ચાય છે. આ ઉપરાંત કોકેન, ચરસ, ગાંજો, એમડીએમએ (એકસપ્સી) અને સૌથી મહત્વનું છોકરીઓ પણ આપવામાં આવી. આ ગ્રુપમાંની એક માત્ર છોકરી નુપુર સતીજા પાસેથી જ એમડીએમએ  મળી આવ્યું હતું.

એમડીએમએ અથવા એકસટસી શું છે તે જાણો છો ? બહાર આવતી વિગતો મુજબ આ ડ્રગ કામવાસના અને ઉત્તેજના વધારવા માટે લેવામાં આવે છે. તે શરીરનું તાપમાન, બીપી.ધબકારા વધારી દે છે અને શરીરમાં એટલી બધી સેકસ્યુઅલ ઉત્તેજના ઉત્પન્ન કરે છે. કે તેને લેનાર વ્યકિત કલાકો સુધી એક થી વધારે પાર્ટનર સાથે સેકસ કરી શકે છે.

એકસટસી લેનાર વ્યકિત ર થી વધારે પાર્ટનર સાથે ઓછામાં ઓછું ૧૪ વખત સેકસ કરી શકે છે. એનો અર્થ એ થયો કે એમડીએમએની ૮ ટિકડીઓ હતી તે ગ્રુપ સેકસ માટે લવાઇ હતી. આ ક્રુઝ પર ૧૩૦૦થી વધારે લોકો હતા અનેતેમાં આ વ્યભિચાર માટે કેટલી મહિલાઓ હતી, તે આપણે નથી જાણતા હવે નુપુરની જગ્યાએ   કલ્પના કરી જુઓ કે આ નશેડીઓ આપણી મહિલાઓ સાથે શું કરી રહ્યા છે.એમડીએમએની સાઇડ ઇફેકટસ જાણો છો ? તેનાથી જાતિય રોગો, મલ્ટીપલ એબોર્શન, બીડીએસએમ અનેસૌથી અગત્યનું તે લીધા પછી ત્રણ થી ચાર વર્ષમાં મહિલા એટલી બિમાર થઇ જાય છે. કે તે કયારેય નોર્મલ કૌટુંબિક જીવન નથી ભોગવી શકતી કે બાળકો પેદા નથી કરી શકતી. આ બધી તકલીફોથી પુરૂષ દુર રહે છે અને બધી તકલીફો સ્ત્રીઓએ ભોગવવી પડે છે. જો કે આની અસર હેઠળ પુરૂષો હિંસક બને છે અને થોડીઘણી આડઅસરો તો બધાને થતી જ હોય છે.

હવે આ આખા પિકચરમાં મહાનુભાવોના સંતાનો શું કરે છે. તે આમાં રેવ પાર્ટીની ટીકીટોનું યુવાઓમાં વેચાણ વધારવા પોતાનું નામ બ્રાંડ એમ્બેસડર તરીકે આપે છે જેથી ડ્રગ માફીયાઓ ડ્રગ્સ અને સેકસ પીલ્સના વધુને વધુ ગ્રાહકો ઉભા કરી શકે છે. વધુને વધુ છોકરીઓ આ ગેંગબેંગ સેસનમાં ભાગ-લે અને આ લઠ્ઠાઓને મોજ કરાવે.

એક પિતા તરીકે હું આ કલ્ચરથી બહુ ભયભીત છું. આ કલ્ચર બેંગ્લોરથી બોસ્ટન સુધી બધે જોવા મળી રહ્યું છે તો મારે મારી દિકરીને કયાં લઇ જવી? ચંદ્ર પર કે મંગળ પર ? આ લોકો તો ત્યાંય પહોંચી જશે.

ભારતમાં લાખો ડ્રગ લેનારાઓ છે અને તમે જાણો છો તેઓ આ કલ્ચરને ફેલાવી રહ્યા છે. આના માટે તેઓ ફિલ્મ સ્ટારોને બ્રાંડ એમ્બેસેડર તરીકે ઉપયોગ કરે છે. અને એટલે જ આ ધંધામાં ફિલ્મ સ્ટારના નામો અવારનવાર ખુલતા હોય છે. ડ્રગ માફીયાઓ શહેર બહાર અને રિસોર્ટસમાં આવી રેવ પાર્ટીઓ મફત ડ્રગ અને એન્ટ્રી આપે છે. આવી પાર્ટીઓમાં ફિલ્મ એકટર અથવા એકટ્રેસોને લાવે છે જેથી હજારો નવા ગ્રાહકો ઉભા થાય છે. કેમ કે તમે ૧ સીંગલ ડોઝથી પણ એડીકટ બની શકો તેવા ડ્રગ્સ હોય છે.

આવી પાર્ટીઓમાં સેકસ ડ્રગના વ્યસનીઓ વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાં મફત ડ્રગ અને થોડીક છોકરીઓ પાર્ટીમાં રાખવામાં આવે છે. જેમની સાથે ફ્રી સેકસ કરી શકાય છે. એટલે માણસને બીજુ શું જોઇએ ? તેમને મર્યા પહેલા સ્વર્ગ મળી ગયા જેવું લાગે છે. આ ડ્રગ માફીયાઓ આપણા યુવા વર્ગને આવી રીતે ચાળે ચડાવે છે.

વિશ્વભર ૪ કરોડ ડ્રગના વ્યસનીઓ છે અને એટલે જ ૩૬૦ બીલીયન ડોલરનો મોટો વ્યવસાય બની ગયો છે. વિશ્વના ડ્રગ લેનારા ટોપ ટેન દેશોમાં ભારતનું પણ નામ છે. અહીં લાખો વ્યસનીઓ છે અને લગભગ-રપ બીલીયન ડોલરનો ડ્રગનો ધંધો છે.

મોટા ભાગનું ડ્રગ્સ અહીં અફઘાનીસ્તાનથી આવે છે. જયાં ૪૦ ટકા જમીન પર ડ્રગ્સ ઉગાડવામાં આવે છે અને હવે તાલિબાનો આવતા તેમાં વધારો થવાનો છે. ડી ગેંગ તેમની પાસેથી કાચો માલ લઇને સીન્થેટીક ડ્રગનું ઉત્પાદન કરે છે અને ભારત મોકલે છે અને આમાંથી કમાયેલા નાણાં આતંકવાદીઓને અને આઇએસઆઇને મોકલે છે. જે ભારત સામે લડવા માટે વપરાય છે.

અને બોલીવુડના કેટલાક કલાકારો આ ધંધામાં વચેટીયા અને બ્રાંડ એમ્બેસેડર બનીને ડ્રગ્સનું વેચાણ અને ગ્રાહકો વધારવાનું કામ કરે છે.

હવે સમજાય છે ? આવા માલેતુજારોના સંતાનોને ફ્રી ટીકીટો અને ફીડ્રગ્સ તથા ફ્રી ગર્લ્સ કેમ આપવામાં આવી છે. તમે વિચારો કે રેવ પાર્ટીની ટીકીટો વેચવા માટે તમારી પરવાનગી વગર કોઇ તમારૂ નામ વાપરી શકે ? તે ફિલ્મોમાં એકટીંગ કર્યા વગર આમાંથી નાણાં બનાવી રહ્યો છે. જો તમને છાપાઓ વાંચીને એ કોઇ નિર્દોષ કિશોર હોય એવું લાગતું હોય તો વિચારો કે કયાંક તે આપણી સભ્યતાને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો.

યાદ રાખજો કે પોલીસે કહ્યું છે કે તે ૪ વર્ષથી ડ્રગ્સનો બંધાણી છે અને તેના વોટસએપ ચેટમાં આંતરરાષ્ટ્રીય કનેકશન અને ડીલીંગ પણ છે. (સોશ્યલ મિડીયામાં એક પિતાની હૈયાવરાળ)

(3:56 pm IST)