Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આર્યન ખાનને એનસીબી અધિકારીએ 2 થપ્‍પડ માર્યાની અફવા સોશ્‍યલ મીડિયામાં ફેલાઇઃ સમીર વાનખેડેએ આ પગલુ શાહરૂખ ખાનને સંભળાવવા માટે ઉઠાવ્‍યાની ચર્ચાએ જોર પકડયુ હતુ

એનસીબી અધિકારી સમીર વાનખેડે બોલિવૂડના અસલ સિંઘમની પોસ્‍ટ વહેતી થઇ

મુંબઇઃ બોલીવુડ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. કાલે જામીન અરજી પર સુનાવણી થઈ. જેમાં ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો. જેના કારણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હજુ જેલમાં 6 દિવસ પસાર કરવા  પડશે. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટે સતત બે દિવસ સુનાવણી કરી.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ખબરમાં દાવો કરાઈ રહ્યો છે કે આર્યન ખાનને એનસીબી અધિકારી સમીર વાનખેડેએ જેલની અંદર 2 થપ્પડ માર્યા હતા. એ પણ ત્યારે જ્યારે તે તેના પિતા અને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. વાયરલ રિપોર્ટ મુજબ દાવો થઈ રહ્યો છે કે સમીર વાનખેડેએ આ પગલું શાહરૂખ ખાનને સંભળાવવા માટે ઉઠાવ્યું હતું અને તેમણે સુપરસ્ટારને ચેતવતા કહ્યું કે આ તેમણે પહેલા કરવું જોઈતું હતું. જેથી કરીને તેમનો પુત્ર આર્યન ડ્રગનો આદી અને બગડેલું સંતાન ન બનત.

તો શું ખરેખર આવું કઈ થયું હતું? આ ખબર સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યું છે કે 'એનસીબી અધિકારી સમીર વાનખેડે બોલીવુડના અસલ સિંઘમ છે.' થોડી હિન્દી વેબસાઈટ્સે પણ આ ખબર પબ્લિશ કરી છે. અત્રે જણાવવાનું કે અસલમાં આ ખબર ખોટી છે અને તેમાં કોઈ સચ્ચાઈ નથી.

આ અંગે ઈન્ડિયા ટુડેએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આર્યન ખાનને જેલમાં એનસીબી અધિકારી સમીર વાનખેડેએ થપ્પડ માર્યાની વાત ખોટી છે. સમીર વાનખેડેએ પોતે આ ખબરોને ફગાવતા કહ્યું કે એનસીબી એક પ્રોફેશનલ એજન્સી છે. એટલે સુધી કે બચાવ પક્ષે પણ અમારા પ્રોફેશનલ વર્તનની પ્રશંસા કરી છે. અમે આરોપીને તમામ કાયદાકીય સેવાઓ આપી છે.

એક દાવામાં કહેવાયું છે કે એનસીબીએ બુધવારે કોર્ટમાં જણાવ્યું કે આર્યન ખાન સહિત અન્ય આરોપી એનડીપીએસ અધિનિયમ હેઠળ 'પ્રતિબંધિત ગેરકાયદેસર માદક પદાર્થોની તસ્કરી, ખરીદી અને પ્રતિબંધિત સામગ્રી વિતરણ' માં સામેલ છે. એજન્સીએ આર્યન  ખાનના કોઈ વિદેશી વ્યક્તિ સાથે લિંકને લઈને પણ કોર્ટમાં દલીલ આપી છે જેનો સંબંધ આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ડ્રગ સિન્ડિકેટ સાથે હોઈ શકે છે. એનસીબી આ મામલે આગળની તપાસ માટે જ આર્યન ખાનની જામીન અરજીનો પુરજોશમાં વિરોધ કરી રહી છે.

(4:53 pm IST)