Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

છત્તીસગઢના જશપુરમાં દુર્ગા વિસર્જન દરમિયાન કાર ચાલકે લોકોને કચડ્યા: 4ના લોકોના મોત: 20 ઘાયલ

ગુસ્સામાં લોકોએ કારને આગના હવાલે કરી નાખી :પોલીસે આરોપી કાર ચાલકને પકડી લીધો

 

છત્તીસગઢના જશપુરમાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે. અહી એક કાર ચાલક રસ્તા પર નીકળેલી ધાર્મિક રેલીમાં સામેલ લોકોને કચડતા નીકળી ગયો હતો. આ દૂર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ અહી સ્થિતિ બેકાબુ બની ગઇ છે. લોકો ગુસ્સામાં છે, જેને કારણે શહેરમાં તણાવનો માહોલ છે. ગુસ્સામાં લોકોએ તે કારને આગના હવાલે કરી નાખી હતી. જોકે, પોલીસે આરોપી કાર ચાલકને પકડી લીધો છે.

મળતી જાણકારી અનુસાર ગુસ્સે થયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી લીધો છે. લોકો સતત નારેબાજી કરી રહ્યા છે. પોલીસના તમામ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોચી ગયા છે અને ગુસ્સે થયેલા લોકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

છત્તીસગઢના જશપુરમાં દુર્ગા માતા વિસર્જન માટે 100-150 લોકો જઇ રહ્યા હતા. ઉજવણીનો માહોલ હતો. અચાનક પાછળથી એક ફૂલ સ્પિડમાં કાર આવે છે અને લોકોને કચડીને આગળ નીકળી જાય છે. સવાર ઉભો થઇ રહ્યો છે કે કાર ચાલકે લોકોની ભીડને જોઇને ગાડી કેમ રોકી નહતી. જોકે, એવી જાણકારી મળી રહી છે કે ગાડીમાં નશીલો પદાર્થ (ગાંજા) હતો. જો ચાલક ગાડી રોકતો તો તે પકડાઇ જાત.

(6:51 pm IST)