Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પ્રદૂષણ વધશે તો મુંબઈ સહિત ૫૦ શહેરો સમુદ્રમાં ગરકાવ થશે

ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રી જળસ્તરમાં વધારો : આગામી ૨૦૦ વર્ષથી લઈને ૨૦૦૦ વર્ષની વચ્ચે ધરતીનો નકશો બદલાઈ જવાનો અભ્યાસમાં દાવો

મુંબઈ, તા.૧૫ : માણસની ગતિવિધિઓના કારણે નીકળનાર પ્રદૂષણ ખાસ કરીને કાર્બન ઉત્સર્જનની અસર વાયુમંડળમાં સદીઓ સુધી રહે છે. જેના કારણે વૈશ્વિક ગરમી વધી રહી છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રી જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જો સતત આ પ્રકારે કાર્બન ઉત્સર્જન થયુ રહ્યુ તો મુંબઈ સહિત એશિયાના ૫૦ શહેર સમુદ્રી પાણીમાં ડૂબી જશે. આ ૫૦ શહેર ચીન, ભારત, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેટનામથી હશે. આ ખુલાસો એક નવા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ચીન, ભારત, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયતનામ કોલસા આધારિત પ્લાન્ટ બનાવવામાં વૈશ્વિક સ્તરે સૌથી આગળ છે. આ દેશોની આબાદી પણ વધારે છે. તેથી વૈજ્ઞાનિકોને આશંકા છે કે ગ્લોબલ વોર્મિંગની સૌથી ખરાબ અસર આ દેશોને જોવા મળશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડશે. જમીનનો દસમો ભાગ સમુદ્રી પાણીમાં ડૂબી જશે. કેટલાક દ્વીપીય દેશ તો ખતમ થઈ ચૂક્યા હશે. સમગ્ર દુનિયાના જે દેશ હાઈ-ટાઈટ વાળા ઝોનમાં આવે છે, ત્યાં સમુદ્રી જળસ્તર વધવાથી ૧૫ ટકાની આબાદી પ્રભાવિત થશે. આ સ્ટડી તાજેતરમાં જ ક્લાઈમેટ કંટ્રોલ નામની સાઈટ પર પ્રકાશિત થઈ છે. જેમાં ભારતથી મુંબઈને જોખમમાં બતાવવામાં આવ્યા છે. જોકે આ સ્ટડીમાં એ જણાવાયુ છે કે દુનિયાભરના લગભગ ૧૮૪ જગ્યા એવી છે જ્યાં સમુદ્રી જળસ્તર વધવાની સીધી અસર થશે. આ શહેરોનો મોટો ભાગ અથવા સમગ્ર શહેર પાણીમાં ડૂબી જશે.

આ સ્ટડીમાં એ દાવો કરવામાં આવ્યો છે કે આગામી ૨૦૦ વર્ષથી લઈને ૨૦૦૦ વર્ષની વચ્ચે ધરતીનો નકશો બદલાઈ ચૂક્યો હશે. જમીન ગાયબ થઈ ચૂકી હશે કેમ કે જો ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી લઈને ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધે છે તો સમગ્ર દુનિયામાં ગ્લેશિયર પીગળી જશે. હિમાલય જેવા પહાડો પર હાજર બરફ નીચલા વિસ્તારમાં પૂર લાવશે. જેના કારણે સમગ્ર દુનિયાનો મોટો ભાગ વધતા સમુદ્રી જળસ્તરમાં સમાઈ જશે.

(7:19 pm IST)