Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અદાણી પોર્ટ દ્વારા પ્રતિબંધને ઈરાને બિન વ્યવસાયી ગણાવ્યો

મંદ્રા પોર્ટ પરથી ૨૧૦૦૦ કરોડનું હેરોઈન મળ્યું હતું : અદાણી પોર્ટ પરના જે કન્ટેનરમાં ડ્રગ્સ પકડાયુ હતુ તે ઈરાનથી આવ્યા હતા, હવે આ મામલે તપાસ થઈ રહી છે'

નવી દિલ્હી, તા.૧૫ : ગુજરાતના ક્ચ્છમાં આવેલા મુંદ્રા પોર્ટ પર કેટલાક દિવસો પહેલા મોટા પાયે હેરોઈન મળી આવ્યુ હતુ.જેની કિંમત ૨૧૦૦૦ કરોડ રુપિયાની આસપાસ હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.

આ પોર્ટને ચલાવવાની જવાબદારી ગૌતમ અડાણીની કંપનીની છે. એ બાદ સોશિયલ મીડિયા પર કંપનીની ટીકા થઈ રહી હતી. ૧૧ ઓક્ટોબરે અદાણી પોર્ટે જાહેર કર્યુ હતુ કે, ૧૫ નવેમ્બરથી અ્મારા પોર્ટ પર ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોનુ હેન્ડલિંગ નહીં કરવામાં આવે. આ આદેશ અદાણી પોર્ટસ દ્વારા સંચાલિત તમામ પોર્ટસ માટે લાગુ થશે. બીજી તરફ ઈરાન દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી છે અને આ નિર્ણયને બિન વ્યવસાયી ગણાવીને કહેવાયુ છે કે, ભારત અને ઈરાનની પોલીસે ડ્રગ્સ મામલામાં ચર્ચા કરી છે. ડ્રગ્સની દાણચોરીમાં થઈ રહેલા વધારાના કારણે પડકારો પણ ઉભા થયા છે. આ એક ગંભીર અને ગ્લોબલ સમસ્યા છે. આ માટે તમામ દેશો વચ્ચે તાલમેલ અને સહયોગ જરૂરી છે.

ઈરાને આગળ કહ્યુ છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ઈરાન પણ કેટલાક અંશે પ્રભાવિત થયુ છે. અફઘાનિસ્તાનમાં આ ડ્રગ્સનુ ઉત્પાદન થઈ રહ્યુ છે અને તેના કારણે ઈરાન પર પણ ખતરો સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, અદાણી પોર્ટ પરના જે કન્ટેનરમાં ડ્રગ્સ પકડાયુ હતુ તે ઈરાનથી આવ્યા હતા. હવે આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા થઈ રહી છે.

(7:21 pm IST)