Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દિલ્હીના કોનોટ પ્લેસ વિસ્તારમાં ફેરિયાઓના ગેરકાયદે દબાણ મામલે પોલીસ ડિપાર્ટમેન્ટને હાઇકોર્ટની કડક ચેતવણી : NDMC ની બેદરકારીને કારણે રાહદારીઓ હાડમારી વેઠી રહ્યા હોવાનું ખંડપીઠનું મંતવ્ય : લારી ગલ્લા ધારકોના ગેરકાયદે દબાણ દર્શાવતા ફોટાઓ સાથેની પિટિશન : આગામી સુનાવણી 8 નવેમ્બરના રોજ

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે કોનોટ પ્લેસ વિસ્તારમાં ફેરિયાઓના ગેરકાયદે દબાણ મામલે પોલીસ ડિપાર્ટમેન્ટને કડક ચેતવણી આપી છે. જેમાં જણાવ્યું છે કે NDMC ની બેદરકારીને કારણે રાહદારીઓ હાડમારી વેઠી રહ્યા છે.તથા શુદ્ધ પર્યાવરણ મેળવવાના લોકોના અધિકાર ઉપર પણ ખતરો ઉભો થઇ રહ્યો છે.

જસ્ટિસ વિપિન સાંઘી અને જસમીત સિંહે કોનોટ પ્લેસમાં  ગેરકાયદે દબાણ અને વેન્ડિંગ પ્રવૃત્તિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી .અને તાત્કાલિક કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો .

ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં કોનોટ પ્લેસમાં દબાણ કરી ઉભા રહેતા ગેરકાયદે લારી ગલ્લા ધારકોના ફોટાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આગામી સુનાવણી 8 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:22 pm IST)