Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી કમાન્ડર ભારતીય લશ્કરના ભરડામાં: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ -કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.  ટોચનો લશ્કર એ તૈયબાનો કમાન્ડર ઉમર મુસ્તાક ખાંડે પુલવામાના પંપોરના દ્રંગબલ વિસ્તારમાં ભારતીય લશ્કરના ભરડામાં ફસાઇ ગયો છે.  ઉમર મુસ્તાક પોલીસ કર્મચારીઓની હત્યા અને અન્ય આતંકવાદી ગુનાઓમાં સામેલ છે. આ લખાય છે ત્યારે સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. બંને દિશાએ ધાણીફૂટ ગોળીબાર થઈ રહયા છે.

(11:03 am IST)