Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ટાટા મોટર્સે તેની સફારીનો પહેલો લુક જારી કર્યો : ટૂંક સમયમાં કંપની બુકિંગ શરૂ કરશે

ગ્રાહકોને 4×4 એટલે ઓલ-વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ

નવી દિલ્હી : ટાટા મોટર્સે તેની સફારીનો પહેલો લુક જારી કર્યો છે. કંપનીના પુણે સ્થિત ફેક્ટરીમાં ગુરુવારે ફ્લેગઓફ સેરેમની પછી પ્રથમ નવીસફારીને  શો રૂમ સુધી પહોંચાડવા માટે કાઢવામાં આવી હતી. જાન્યુઆરીના અંત સુધી કંપનીના શોરૂમમાં નવી સફારી પહોંચી જશે. કંપની ટૂંક સમયમાં તેની બુકિંગ શરૂ કરશે.

નવી Safariને ટાટા મોટર્સની અવોર્ડ વિનિંગ Impact 2.0 ડિઝાઇન લેન્ગ્વેજ અને ઓમેગા આર્કિટેક્ચક (ઓમેગાર્ક) પર વિકસિત કરવામાં આવી છે. ઓમેગાર્ક લેન્ડ રોવરના ડી8 પ્લેટફોર્મ પરથી લેવામાં આવેલું એક આર્કિટેક્ચર છે, જે નવી Safariમાં ગ્રાહકોને 4×4 એટલે ઓલ-વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ આપે છે.

ટાટા મોટર્સની નવી Safariની ઇન્ટીરિયર થીમ Oyster White કલરની છે. કંપની કારની અંદર Ash Wood ડેશબોડ આપી રહી છે. તેની સાથે કંપનીએ તેના વ્હીલ અને ફ્રન્ટ પર ક્રોમ ફિનિશ લુક આપ્યો છે.

(12:00 am IST)