Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ડિજિટલ લોનના નામે ઠગાઈ કરતી એપ પ્લે સ્ટોરથી હટાવી

છેતરપિંડી કરતી એપ્સ સામે ગુગલનું કડક વલણ : ગ્રાહક-સરકારી એજન્સીઓએ અનેક એપ્લિકેશનો સામે ફરિયાદ કરી હોવાનું કહ્યું : ગુગલે કંપનીનું નામ ન આપ્યું

નવી દિલ્હી, તા. ૧૫ : ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લોન આપવાની લાલચ આપી પૈસા પડાવી લેવાની ઘટનાઓએ જોર પકડ્યુ હતુ સતત નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા. ડીજીટલ પ્લેટફોર્મ પર સરળતાથી ઠગાઇ કરીને ખીસ્સુ ખાલી કરતા લોકોની ભરમાળ છે. આ તમામ સામે હવે ગૂગલ આકરા પાણીએ છે.

ગૂગલે ઘણી પર્સનલ લોન એપ્લિકેશન્સને દૂર કરી છે જે તેના પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકો ડિજિટલ લોનના નામે થતી છેતરપિંડી અટકાવવા આ પગલું લેવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી કાઢી નાખેલી એપ્લિકેશનનું નામ જણાવ્યુ નહી પરંતુ કંપનીનું કહેવું છે, ગ્રાહક અને સરકારી એજન્સીઓએ અનેક એપ્લિકેશનો સામે ફરિયાદ કરી હતી.

લોકોને સરળ લોનના નામે ઠગાઇ કરવામાં આવી હતી. હવે ૬૦ દિવસ કરતાં વધુ ચુકવણીના સમયની મંજૂરી આપતી એપ્લિકેશન્સને જ મંજૂરી આપવામાં આવશે. સમીક્ષા કર્યા પછી, જેમને સુરક્ષાના નિયમોનું પાલન ન કરાયું હોવાનું જાણવા મળ્યું છે તેમને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યા છે. ગૂગલ ફક્ત તે જ એપ્લિકેશનોને મંજૂરી આપશે જેમાં લોન ચુકવણી માટે ૬૦ દિવસથી વધુનો સમય આપવામાં આવશે.

ગૂગલે અન્ય એપ્લિકેશન ડેવલપર્સને સ્થાનિક કાયદાઓ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા પણ ચેતવણી આપી છે, અન્યથા તેઓને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે.

આરબીઆઈએ ગ્રાહકોને મોબાઇલ એપ્સ પર સસ્તી લોન માટે ચેતવણી આપી હતી. આ માટે સેન્ટ્રલ બેંકે ૬ સભ્યોની કમિટી પણ બનાવી છે. એપ્લિકેશન ડેવલપર્સને પણ ચેતવણી આપવામાં આવી છે

(12:00 am IST)
  • દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇન્કાર : રેસિડન્ટ ડોક્ટરોએ મેડિકલ સુપ્રિટેડન્ટને પત્ર લખ્યો : ભારત બાયોટેકની કોવેક્સિનને બદલે કોવીશીલ્ડ આપવા માંગણી કરી : કોવેક્સિનની ટ્રાયલ અધૂરી હોવાનું મંતવ્ય access_time 1:52 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST

  • અમેરીકાના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણનું આમંત્રણ કાર્ડ access_time 3:51 pm IST