Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ભારતને સૈન્ય સમર્થન આપી શકે છે, ચીન ભારે ખફા થયું

અમેરિકાના ગોપનીય રિપોર્ટમાં ખુલાસો : અમેરિકા ભારતનો સહારો લઈને દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલાવવા માંગે છે : ચીને નિવેદન જાહેર કરીને કહ્યું

વોશિંગ્ટન,તા.૧૫ : અમેરિકાનો એક ગોપનીય રિપોર્ટ લીક થયો છે જેમાં સામે આવ્યું છે કે અમેરિકા પોતાની ઇન્ફો-પેસિફિક રણનિતીમાં ભારતને આગળ વધારવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન સાથે મુકાબલો કરવા માટે ભારત સાથે સૈન્ય, ખુફિયા અને રાજનયિક સમર્થન વધારવા જોઈએ. જોકે ચીન આ રિપોર્ટ સામે આવ્યા પછી નારાજ થયું છે. ચીને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ રિપોર્ટ અમેરિકાની પોલ ખોલી રહ્યો છે. જેનાથી સાબિત થઈ રહ્યું છે કે અમેરિકા ભારતનો સહારો લઈને દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલાવવા માંગે છે.

      રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખા વિસ્તારમાં ચીન, અમેરિકાના ગઠબંધનને નબળું પાડીને મોટો પ્લેયર બનવા માંગે છે. ભારત અને ચીન વચ્ચે તણાવ વચ્ચે ટ્રમ્પ પ્રશાસની એક કથિત ગોપનીય રિપોર્ટ સાર્વજનિક થયા પછી હલચલ વધી ગઈ છે. અમેરિકાની વેબસાઇટ એક્સિઓસે કહ્યું કે તેણે આ રિપોર્ટની કોપી જોઈ છે, જેમાં અમેરિકા પોતાની ઇન્ડો-પેસિફિક રણનિતીમાં ભારતને આગળ વધારવા માંગે છે, જેથી ચીન સાથે મુકાબલો કરી શકાય. ખુલાસા પ્રમાણે ૨૦૧૮ની શરૂઆતમાં ટ્રમ્પ પ્રશાસને ૧૦ પાનાનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.

            જેમાં ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષોમાં ચીન, ભારત અને ઉત્તર કોરિયા સિવાય બાકીના દેશોને લઈને રણનિતીનો ઉલ્લેખ છે. આ દસ્તાવેજમાં ચીનને ચિંતા તરીકે રેખાંકિત કરવામાં આવ્યું છે. આ પછી ઉત્તર કોરિયાને પણ આ રૂપમાં જોવામાં આવ્યું છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વી એશિયામાં ચીનના વિસ્તારને રોકવા માટે ભારત સાથે સૈન્ય સહયોગ વધારવાની વાત કરી છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે મજબૂત ભારતથી ચીનને વધી રહેલી તાકાતને સંતુલિત કરવામાં આવી શકે છે. આ મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયને કહ્યું કે કેટલાક અમેરિકા નેતા ઇચ્છે છે કે તે પોતાની વિરાસત ગોપનીય દસ્તાવેજો દ્વારા છોડીને જાયે. જોકે આ દસ્તાવેજોથી અમેરિકાના ખરાબ ઇરાદા ખુલીને સામે આવ્યા છે. અમેરિકાની ઇન્ડો-પેસિફિક રણનીતિ ચીનને રોકવા અને દબાવવા માટે છે. આ વિસ્તારની શાંતિ અને સ્થિરતાને ભંગ કરવા માંગે છે.

(12:00 am IST)