Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ફિલિપાઈન્સમાં બ્યૂટી ક્વિન પર દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા

ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી : મૃતદેહ મકાતીની ફોર સ્ટાર હોટલના બાથરૂમમાં મળ્યો, ક્રિસ્ટીનનો મૃતદેહ પર ઘણા ઉઝરડાના નિશાન જોવા મળ્યા

મકાતી, તા. ૧૫ : ફિલિપાઇન્સમાં બ્યુટી ક્વીન સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર હચમચી ઉઠ્યું છે. લોકોએ તેને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે. હોટલના બાથરૂમમાં બ્યુટી ક્વીનનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પોલીસ તપાસમાં ગેંગરેપ બાદ ક્રિસ્ટીનની હત્યાનો ખુલાસો થયોછે.

૨૩ વર્ષની ક્રિસ્ટીન બ્યૂટી ક્વીન રહી છે. ઉપરાંત હાલના દિવસોમાં તે ફિલિપાઇન્સ એરલાઇન્સની ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરી રહી હતી. તેનો મૃતદેહ મકાતી શહેરની ફોર સ્ટાર હોટલના બાથરૂમમાં મળી આવ્યો હતો. પોલીસે માહિતી આપી છે કે તપાસ દરમિયાન ક્રિસ્ટીનનો મૃતદેહ પર અનેક ઉઝરડાના નિશાન પણ જોવા મળ્યા છે.

પોલીસે ક્રિસ્ટીન પર કોઈ અણીદાર વસ્તુથી અનેકવાર કરવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે ડેડબોડી તપાસ માટે મોકલી આપી છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે અટોપ્સી રિપોર્ટ આવ્યા બાદ આ કેસ વિશે હજી ઘણા વધુ ખુલાસા થઈ શકે છે. નોંધનીય છે કે ક્રિસ્ટીનનો જન્મ દવાઓ શહેરમાં થયો છે. તે ૨૦૧૭ની મિસ સિલ્વા દવાઓની રનર-અપ રહી ચૂકી છે. તે મટિયા એનજી દાવો ૨૦૧૯ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

આ ગેંગરેપ અને હત્યા અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે પોલીસે આ હત્યામાં ૧૧ લોકો પર શંકા છે જેમાંથી ૩ લોકોની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ ટીમ અન્ય લોકોની શોધ કરી રહી છે.

બીજી બાજુ હાલના સમયમાં ફિલિપાઇન્સમાં બ્યુટી ક્વીન સાથેની એક પછી એક ઘટના સામે આવી રહી છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ક્રિસ્ટીનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે અને આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ટ્વિટર પર #justice for christinedacera પણ ટ્રેન્ડ કરતો હતો.

(12:00 am IST)