Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ભારતમાં બે-બે વેકસીન સાથે રસીકરણનું કામ શરૂઃ જ્‍યારે પાકિસ્‍તાનમાં હજુ ઠેકાણા નથીઃ ચીન પણ મદદ કરતુ નથી

વાત-વાતમાં ભારત સામે હાઉં હાઉં કરતી ઈમરાન સરકાર વેકસીનના મામલે ભારતથી ઘણી પાછળ

ઈસ્‍લામાબાદ, તા. ૧૬ :. ભારતમાં આજથી બે-બે વેકસીન સાથે મહારસીકરણનો પ્રારંભ થયો છે તો પાકિસ્‍તાનમાં હજુ રસી માટેનો કોઈ ઠેકાણા નથી. પાકિસ્‍તાને રસી ખરીદવા માટે હજુ કોઈ ઓર્ડર પણ નથી આપ્‍યા કે કોઈ કંપનીએ તેમનો સંપર્ક પણ કર્યો નથી. વાત વાતમાં ભારત સામે હાઉં હાઉં કરનાર ઈમરાનની સરકાર આ મામલે ઘણી પાછળ ચાલી રહી છે.

પાકિસ્‍તાનના પીએમના ખાસ સ્‍વાસ્‍થ્‍ય સલાહકાર ડો. ફૈઝલખાને જણાવ્‍યુ છે કે અમે ફ્રન્‍ટ લાઈન વર્કર્સ અને અન્‍યોને વેકસીન આપવા માટે રસી ખરીદવાના પ્રયાસો કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી એક પણ કંપનીને ઓર્ડર આપવામાં નથી આવ્‍યો.

ચીને પણ હજુ સુધી પાકિસ્‍તાનને મદદ કરવાનું જાહેર કર્યુ નથી. પાકિસ્‍તાનમાં અત્‍યાર સુધીમાં ૫ લાખથી વધુ કેસ આવ્‍યા છે અને ૧૧૦૦૦ જેટલા લોકોના મોત થયા છે.

(11:00 am IST)