Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વોટ્સએપ વેબ પણ નથી સલામત : ગૂગલ સર્ચ પર દેખાઈ છે યૂઝર્સના પર્સનલ મોબાઇલ નંબર !!

સિક્યુરિટી રિસર્ચર બેદરકારી ઉજાગર કરતા ટ્વિટર પર બે સ્ક્રીનશૉટ શેર કર્યા: વોટ્સએપ કે ગૂગલની ભૂલ કોની ??

નવી દિલ્હી : વોટ્સએપ નવી પ્રાઇવેસી પોલિસીને લઇને વિવાદમાં છે. હવે એક અન્ય જાણકારી સામે આવી છે. વૉટ્સએપ વેબ દ્વારા લોકોની કૉન્ટેક્ટ ડિટેલ્સ ગૂગલ સર્ચ પર ઉપલબ્ધ થઇ રહી છે. આ જાણકારી એક સિક્યુરિટી રિસર્ચરના હવાલાથી મળી છે

સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહરિયાએ વૉટ્સએપની બેદરકારી ઉજાગર કરતા ટ્વિટર પર બે સ્ક્રીનશૉટ શેર કર્યા છે. જેમાં યૂઝર્સના કૉન્ટેક્ટ નંબર સીધા જોઇ શકાય છે. સાથે જ રિસર્ચરે લખ્યુ છે કે કૉન્ટેક્ટ નંબર સાથે મેસેજ પણ ગૂગલ સર્ચમાં ઉપલબ્ધ થઇ રહ્યા છે, તેમણે એમ પણ લખ્યુ છે કે વૉટ્સએપ હજુ સુધી પોતાની વેબસાઇટ અને ગૂગલને મૉનિટર કેમ નથી કરી રહી. આ ત્રીજી વખત છે.

સંપર્ક કરવામાં આવેલા રાજહરિયાએ જણાવ્યુ, યૂઝર્સના કૉન્ટેક્ટ ડિટેલ વૉટ્સએપ વેબ દ્વારા ગૂગલ પર લીક થઇ રહ્યુ છે. જ્યારે યૂજર્સ લેપટૉપ અથવા ડેસ્કટૉપ પર પોતાનું વૉટ્સએપ એકાઉન્ટ QR કોડ દ્વારા ઉપયોગ કરે છે તો ગૂગલ તેમની ઇંડેક્સિંગ કરે છે. આ તમામ પર્સનલ મોબાઇલ નંબર્સ છે.

સિક્યુરિટી રિસર્ચરે કહ્યુ, ‘તેમાં વૉટ્સએપને સીધી રીતે દોષી ના માની શકાય. જેમાં ગૂગલની પણ ભૂલ જોવા મળી રહી છે. જ્યાર સુધી પરમિશન ના હોય ગૂગલે પણ યૂઝર્સની ખાનગી જાણકારી ઇન્ડેક્સ ના કરવી જોઇએ પરંતુ વૉટ્સએપ દુનિયાની મોટી ટેક કંપની થઇને પણ પોતાના યૂઝર્સની સેફ્ટી માટે પોતાની જ વેબસાઇટ પર નજર નથી રાખતું. જેનાથી યૂઝર્સના પર્સનલ ડેટાને મોટો ખતરો છે.’

તમને જણાવી દઇએ કે કેટલાક દિવસ પહેલા જ રિસર્ચરે એવો પણ ખુલાસો કર્યો હતો કે ગૂગલ સર્ચ પર વૉટ્સએપ ગ્રુપ્સની પર્સનલ ઇનવાઇટ લિંક પણ હાજર છે. ગૂગલે તેમની પણ ઇંડેક્સિંગ કરી હતી. આ લિંક્સ દ્વારા કોઇ પણ કોઇ ગુર્પુમાં એડ થઇ શકે છે અને ત્યા રહેલા તમામ કોન્ટેક્ટને એક્સેસ પણ કરી શકે છે. એવામાં વૉટ્સએપ યૂઝર્સ માટે આ સારા સમાચાર નથી.

મહત્વપૂર્ણ છે કે વૉટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસીની ટિકા થયા બાદ કંપનીએ નવા કંડીશન્સને ત્રણ મહિના માટે ટાળી દીધી છે. પહેલા કંપનીએ 8 ફેબ્રુઆરી સુધી નવી પોલિસીને એક્સેપ્ટ કરવાની શરત રાખી હતી. જે યૂઝર્સ એવુ નથી કરતા તેમણે પોતાનું એકાઉન્ટ ખોવુ પડે.

(7:16 pm IST)