Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કેન્દ્ર સરકાર ૪ બેંકોનું ખાનગીકરણ કરવા આગળ વધી રહી છે. તમારૂ એકાઉન્ટ આ બેંકોમાં છે કે કેમ ? જોઇ લેશો

નવી દિલ્હી :  કેન્દ્ર સરકાર ૪ બેંકોનું ખાનગીકરણ કરવા આગળ વધી રહી છે. ત્યારે તમારૂ એકાઉન્ટ આ બેંકોમાં છે કે કેમ તે જોઇ લેવામાં આવે.

આ ૪ બેંકોની વિગત જોઇએ તો  બેન્ક નાની અને એક મોટી છે. નાની બેંકમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવર્સીસ બેંક અને સેન્ટ્રલ બેંક છે. જ્યારે બેન્ક ઓફ ઈન્ડિયા મોટી છે. આ બેન્કોના ખાનગીકરણની પ્રક્રિયા 5-6 મહિનામાં શરુ થશે. લાગશે.

સરકારે બજેટમાં 2 બેન્કનો હિસ્સો વેચવાની વાત કરી હતી, પરંતુ હવે 4 નામ સામે આવી રહ્યા છે. કારણ કે મોદી સરકાર દેશમાં ગણતરીની મોટી બેન્કોને સરકરા હસ્તક રાખવાના પક્ષમાં છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB),બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કનો સમાવેશ થાય છે.

બેંક ઓફ ઈન્ડિયા પાસે 50 હજાર કર્મચારી છે. જ્યારે સેન્ટ્રલ બેંકમાં 33 હજાર કર્મચારી છે. ઈન્ડિયન ઓવર્સીસ બેંકમાં 26 હજાર અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં 13 હજાર કર્મચારી છે. આ રીતે એકંદરે એક લાખથી વધારે કર્મચારી આ ચાર બેંકોમાં છે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઓછા કર્મચારી છે, માટે તેને પ્રાઈવેટ બનાવવામાં સરળતા રહેશે.

આ બેન્કોના ખાતાધારકોના પૈસાને કોઇ જોખમ નહીં થાય. ઉલ્ટાનું ખાનગીકરણથી ખાતેદારોને ડિપોઝિટ, લોન અને બેન્કિંગ સહિતની સેવાઓ પહેલાં કરતા સારી મળવાનો દાવો કરાઇ રહ્યો છે. પરંતુ સામે પક્ષે તેમને ચાર્જીસ વધુ આપવા પડશે. જેમ કે સરકારી બેન્કોમાં એત્યારે મિનિમમ બેલોન્સ 1000 હોય છે. જ્યારે કેટલીક ખાનગી બેન્કોમાં 10000 રૂપિયા જેવી એમાઉન્ટ ખાતામાં રાખવી પડે છે. ઓછી હોય તો ચાર્જીસ ભરવા પડે છે.

દેશમાં બેંક ઓફ ઈન્ડિયા છઠ્ઠા નંબરની બેંક છે, જ્યારે સાતમા નંબર પર સેન્ટ્રલ બેંક છે. ત્યારબાદ ઈન્ડિયન ઓવર્સીસ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો નંબર આવે છે. બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 19 હજાર 298 કરોડ છે. જયારે ઈન્ડિયન ઓવર્સીસ બેંકનું માર્કેટ કેપ રૂપિયા 18 હજાર કરોડ, બેંક ઓફ મહારાષ્ટ્ર રૂપિયા 10 હજાર 443 કરોડ તથા સેન્ટ્રલ બેંક રૂપિયા 8 હજાર 190 કરોડ છે.

ઈન્ડિયન ઓવર્સીસ બેંકની સ્થાપના 10 ફેબ્રુઆરી,1937ના રોજ થઈ હતી. તે કુલ 3800 શાખા ધરાવે છે. બેંક ઓફ ઈન્ડિયાની 7 સપ્ટેમ્બર,1906ના રોજ સ્થાપના થઈ હતી. તે એક ખાનગી બેંક હતી. વર્ષ 1969માં અન્ય 13 બેંકોને એક સાથે ભેળવીને તેને સરકારી બેંક બનાવવામાં આવી હતી. 50 કર્મચારીઓ સાથે આ બેંક શરૂ કરવામાં આવી હતી. બેંક ઓફ મહારાષ્ટ્ર વર્ષ 1840માં શરૂ થઈ હતી. તે સમયે તેનું નામ બેંક ઓફ બોમ્બે હતું. તે સમયે આ બેંકનું નામ બેંક ઓફ બોંબે હતું. તે મહારાષ્ટ્રની પહેલી કોમર્શિયલ બેંક હતી. તેની 1874 શાખા છે અને 1.5 કરોડ ગ્રાહક છે. સેન્ટ્રલ બેંકની વર્ષ 1911માં સ્થાપના થઈ હતી.

સરકારને ડર છે કે બેંકોનું વેચવાની સ્થિતિમાં બેંક યુનિયનો વિરોધ પર ઉતરી શકે છે. આ સ્થિતિ તે સમયાંતરે બેંકોનું વેચાણ કરવાનો પ્રયત્ન કરશે. લાખો કર્મચારીઓની નોકરીઓ પર જોખમ હોવાથી અત્યાર સુધી રાજકીય પક્ષો સરકારી બેન્કોને ખાનગી બનાવવાથી દૂર રહ્યા છે. પરંતુ મોદી સરકાર આ અગાઉ કહી ચુકી છે કે બેન્કને ઓછી કરવા અથવા ખાનગીકરણ કરવાની સ્થિતિમાં કર્મચારીઓની નોકરી જશે નહીં.

(12:00 am IST)