Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પ૦ વર્ષથી વધુ વયનાને માર્ચમાં કોરોના વેકિસન આપવામાં આવશે

નવી દિલ્હી :   દેશના હાલ ૧૯ કંપનીઓ વેકિસનનું કામ કરી રહી છે. છેલ્લા સાત દિવસનું અવલોકન કરીએ તો ૧૮૮ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

માર્ચ મહિનામાં 50 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિને કોરોના વેક્સિન ( Corona vaccine ) આપવામાં આવશે. હાલ ભારતમાં 18થી 19 કંપની કોવિડ વેક્સિન તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. જેમાથી કેટલીક કંપનીઓ ક્લિનિકલ અને એડવાન્સ સ્ટેજ ટ્રાયલ માટેની કામગીરીમાં જોડાયેલી છે.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ( Harsh Vardhan ) કહ્યું કે, આગામી ત્રણ સપ્તાહ સુધીમાં 50 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિઓને કોરોના વેક્સિન ( Corona vaccine ) આપવામાં આવશે. હાલ દેશમાં બનેલી કોરોના વેક્સિન ( Corona vaccine ) વિશ્વના અન્ય 20 દેશને આપવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં 188 જિલ્લામાંથી એક પણ કોરોનાના કેસ સામે આવ્યો ના હોવાનુ જણાવીને હર્ષવર્ધને ( Harsh Vardhan ) કહ્યું કે, 21 જિલ્લામા તો 21 દિવસથી એક પણ કેસ નથી. તેમણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ રાખતા કહ્યું કે જે લોકો માસ્ક પહેરતા હોય અને યોગ્ય અંતર જાળવતા હોય તેઓએ સોશિયલ વેક્સિન લીધી કહેવાય.

(12:00 am IST)