Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આપણા દેશના ખેડૂતોનો 'વટ્ટ' છે..

ગુજરાત -પંજાબમાં ધંધા માટે આવ-જા કરવા મહારાષ્ટ્રના ખેડૂએ ૩૦ કરોડનું હેલિકોપ્ટર વસાવ્યું

(મહારાષ્ટ્ર) મુંબઇ,તા. ૧૬: ભિવંડીના અનેક ખેડૂતોએ તેમની જમીન પર ગોડાઉન અને મકાનો બનાવી પૈસા બનાવ્યા છે અનેક વૈભવી કાર વસાવી છે, પણ હવે ભિવંડીના વડપેના એક ખેડૂત જનાર્દન ભોઇરેએ પોતાની જમીન પર પહેલા ગોડાઉન બનાવ્યા ત્યાર બાદ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં ઝંપલાવી અન્ય ડેવલપરો પણ જમીન વિકસાવવા આપી અને ત્યારબાદ પોતાના દૂધના અને અન્ય ધંધા પણ વિકસાવ્યા. હવે તેમને એ ધંધા માટે ગુજરાત, પંજાબ એમ અલગ અલગ જગ્યાએ જવુ પડે છે. ત્યાંના લોકોને પણ અહીં બોલાવવા પડે છે. એથી તેમણે પોતાની અવરજવર ઝડપી અને સહેલી બને એ માટે પોતાનુ ઘરનું જ ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે હેલિકોપ્ટર ખરીદ્યુ છે.

હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેક-ઓફ માટે વડપેમાં તેમણે ખાસ હેલિપેડ બનાવ્યું છે અને એની ફરતે સંરક્ષક દીવાલ પણ તૈયાર કરાઈ છે. હેલિકોપ્ટરની એકચ્યુઅલ ડિલિવરી ૧૫ માર્ચે મળવાની છે, પણ હાલમાં જ એવિએશન કંપનીના એન્જિનિયર્સ અને અન્ય ટેકિનકલ સ્ટાફે હેલિકોપ્ટર સાથે વડપેમાં ટેસ્ટિંગ માટે ઉતરાણ કર્યું હતું અને એનું હેન્ગર અને અન્ય બાબતો ચકાસી હતી. તેમ એક હેલાવમાં પ્રસિધ્ધ થયું છે.

(10:45 am IST)