Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વધુ એક ફિલ્મ અભિનેતાએ જીવ દીધો

પત્નિના કાયમી ઝઘડા, વારંવાર આપઘાતની ધમકી, કેસમાં ફસાવી દેવાના કારસા અને સતત શંકાઓથી હારીને : એમએસધોની ફિલ્મમાં છોટુ ભૈયાનો રોલ ભજવનારા અભિનેતાના ૧૦ મિનીટના વિડીઓએ સહુને હલબલાવી મૂકયા : આગળના પતિને પણ ફસાવેલ

મુંબઇ,તા. ૧૬: એમએસધોની, કેસરી જેવી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનાર ફિલ્મ અભિનેતા સંદીપ નાહરે જીવનના સતત કલહથી થાકી હારીને અંતે પોતાના ગોરેગાંવ ખાતેના ઘરે પોતાનો જીવનદીપ ઓલાવી નાખેલ છે. મુંબઇ પોલીસે તપાસ હાથ ધરી છે. સુશાંત સિંધ રાજપૂત પછી આ સિલસિલામાં વધુ એક અભિનેતાએ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છે.

ધ અનટોલ્ડ સ્ટોરી જેવી કેટલીક ફિલ્મોમાં કામ કરનાર સંદીપ નાહરે આપઘાત કરતા પૂર્વે દસેક મિનીટની વિડીઓ બનાવી હતી અને ફેસબુક ઉપર એક નોંધ પણ મૂકી હતી જેમાં કહેલ કે આત્મહત્યા કરી રહ્યો છે. તેણે શેર કરેલ વિડીઓમાં કહેલ કે પ્રોફેશનલી અને અંગત પારિવારિક રીતે ખૂબ તંગ થઇ ગયેલ છે, પરેશાન છે.

૧૦ મીનીટના હૃદયસ્પર્શી વિડીઓમાં સંદીપ કહે છે કે ' મને તમે સહુએ અનેક ફિલ્મોમાં જોયા હશે. એમએસધોનીમાં છોટુ ભૈયાનો રોલ ભજવ્યો હતો. આજે આ વિડીઓ બનાવવા પાછળનો હેતુ છે. હેતુ એ છે કે મારા જીવનમાં અનેક પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. હું મનથી સ્થિર નથી અને તેનુ કારણ મારી પત્નિ કંચન શર્મા છે.

સંદીપ આ વિડીઓમાં કહે છે કે છેલ્લા દોઢ-બે વર્ષથી હું ભયાનક માનસીક યાતના (ટ્રોમા)માંથી પસાર થઇ રહ્યો છે. મેં પત્નિને વારંવાર સમજાવેલ છે. ત્રણસો પાસઠેય દિવસ લડવા -ઝઘડવાનું હરરોજ સુસાઇડની વાત કરવી. એ કહેતી હોય છે કે ' હું મરી જઇશ અને તને ફસાવી દઇશ..' હું પરેશાન થઇ ગયો છું. મારી માતાને ગાળો આપે છે. હું તેની સામે ઘરવાળાઓના ફોન ઉપાડી શકતો નથી. મારૂ નામ કોઇ અન્ય સાથે જોડી દયે છે. શંકા કરે છે. શંકાનો કોઇ ઇલાજ નથી પ્રત્યેક સમયે લડતી રહે છે. થોડા દિવસો પહેલા જ ભાગી ગયેલ હું તેને શોધવા લાગેલ. તેની મા તેને સાથે આપે છે. કેસ કરવાની ધમકી આપે છે.

આ વિડીઓમાં સંદીપ નાહર કહે છે કે 'કંચનનો ૨૦૧૫-૧૬ના વર્ષમાં પૂર્વ પતિ હતો જેની સાથે તે ૬ વર્ષ રહી હતી. તેણે તેના આ પૂર્વ પતિને એક ખોટા કેસમાં જેલ ભેગો પણ કરાવેલ. મેં તેના ઉપર દયા ખાઇને લગ્ન કર્યા હતા. સાથ આપવા માટે ૨૦૧૬ની વાત છે પણ અમારા વચ્ચે બન્યુ નહિ.

કોરોનાના કારણે જ્યારે ઘરે ગયો તો ત્યાં તેનુ વેલકમ કરેલ. દોસ્તો જો હું કોઇ પણ કરૂ છું તો ઘરવાળાઓને તે (કંચન) હેરાન ન કરે. મારા પરિવારથી તે ખૂબ નફરત કરે છે. કેસ ન કરે. મારૂ બૂલેટ મારા ડેડીને આપવા માંગુ છું. મારો ચેન માતાને આપવા માંગુ છું. રોકડ કંચન લઇ જાય તેને ભૂલોનો કયારેય અહેસાસ નથી થતો હું ઇચ્છુ કે તેને તેની ભૂલોનો અહેસાસ થાય. જો તે હવે પછી ફરી લગ્ન કરવા માંગતી હોય તો પહેલા તેના મગજનો  (માનસીક) ઇલાજ કરવામાં આવે.

તેણે એમએસધોની, કેસરી ઉપરાંત બુટાસીંધ, ખાનદાની ફરિશ્તા કહેને કે હમસફર હૈ વિગેરેમાં અભિનય આપેલ.

વિડીઓમાં હૃદયનું તોફાન છલકાવ્યું

પત્નિ કંચન ત્રણસો પાંસેઠ દિવસ ઝઘડા કરે છે. રોજ સુસાઇડની ધમકી આપે છે 'મરી જઇશ, તને ફસાવી દઇશ' કહી ડરાવે છે, મારી માતાને ગાળો આપે છે. કુટુંબના ફોન ઉપાડી શકતો નથી આગલા પતિને જેલમાં પૂરાવી દીધેલ. તેની હાજરીમાં પરિવારના ફોન ઉપાડી શકતો નથી. મારૃં નામ કોઇ સાથે જોડી  દયે છે શંકાનો કોઇ ઇલાજ નથી ફરી લગ્ન કરે તો તે પહેલા તેનો માનસિક ઇલાજ કરાવજો.

(10:45 am IST)