Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વિશ્વભરમાં ભારતીયો છવાયા : અનેક દેશોમાં ઉચ્ચ હોદા ઉપર

૧૫થી વધુ દેશોના પ્રધાન મંડળોમાં પાંચ ડઝન મૂળ ભારતીયોનો દબદબો : 'ઇન્ડિયા સ્પોરા'એ જાહેર કરેલ લીસ્ટમાં ૨૯૦ ભારતીયો છવાયા

નવી દિલ્હી ,તા. ૧૬: વિશ્વના સવા ડઝન જેટલા દેશોની સરકારો સહિત ટોચના સ્થાને મૂળ ભારતીય એવા પોણા બસોથી વધુ લોકો ગૌરવવંત સ્થાન મેળવી ચૂકયા છે.

અપ્રતીમ પ્રતિભા-કૌશલ્ય દ્વારા વિજ્ઞાન,અર્થશાસ્ત્ર, સાહિત્ય, મેડીકલ સહિતના રાજકારણ ક્ષેત્રે લગભગ ૧૨ થી ૧૫ દેશોમાં ટોચના સ્થાને વરસોથી વધુ મુળ ભારતીય લોકોએ સ્થાન મેળવ્યું છે અને જે તે દેશના સંચાલનોમાં ભાગ લઇ રહ્યા છે.

૨૦૨૧ના વર્ષની ઇન્ડિયા સ્પોરાની યાદી મુજબ અલગ અલગ સવા ડઝન જેટલા દેશોમાં ૨૯૦ થી વધુ ભારતીય મુળના મહાનુભાવો ટોચના સ્થાન ઉપર બિરાજી રહ્યા છે. પબ્લિક સર્વિસના શ્રેષ્ઠતમ હોદાઓ ઉપર પંદરેક  દેશોમાં બસ્સોથી વધુ મુળ ભારતીય મહાનુભાવો પોતાની સેવા આપી રહ્યા છે.

લગભગ પાંચ ડઝન લોકો તો અમેરિકા -ઇંગ્લેન્ડ સહિતના ડઝનબંધ દેશોના પ્રધાનમંડળોમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવી ભારતનું ગૌરવ ઝળહળતુ કરી રહ્યા છે.

(10:46 am IST)