Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ફ્રાંસ સરકારના વલણ સામે ગુગલને નમવું પડયું

ગુગલ ફ્રાંસના ૧૨૧ ન્યુઝ પેપરોને ચુકવશે ૫૫૧ કરોડ

નવી દિલ્હી તા. ૧૬ : પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝ પેપર તેમજ સમાચાર વેબસાઇટ્સની ખબર સાથે વિજ્ઞાપન બતાવી લાખોની કમાણી કરી રહેલા ગુગલ હવે ફ્રાન્સને ૧૨૧ ન્યુઝપેરોને ૫૫૧ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ફ્રાન્સના નવા કાયદા મુજબ ગયા મહિને ફ્રાન્સના ન્યુઝ પેપર સંગઠને APIG એલાયન્સ સાથે ત્રણ વર્ષ માટે આનો કરાર કર્યો હતો, પરંતુ કેટલી કિંમત ચુકવશે એ હજુ સામે આવ્યું નથી. ખાસ વાતએ છે કે આ પૈસે એને સમાચારના નાના સ્વરૂપને પોતાના પ્લેટફોર્મ પર બતાવવા માટે ચૂકવવા પડશે.

શરૂઆતમાં ગુગલ એના માટે તૈયાર ન હતું. પરંતુ ૨૦૧૪માં સ્પેન સમાચાર સંગઠનોને પણ આ પ્રકારની રકમ ચૂકવવા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. એના પર ગુગલે સ્પેનમાં પોતાનું 'ગુગલ ન્યુઝ' સેકસન બંધ કરી દીધું જેથી કમાણીનો હિસ્સો ન આપવો પડે. આના પર ગુગલ સર્ચ પરિણામોમાં ફ્રાન્સિસ સમાચાર સંસ્થાઓના કન્ટેન્ટ હટાવવાની તૈયારી કરી લીધી હતી.

એના પર ફ્રાન્સના પ્રતિસ્પર્ધા આયોગે ચેતવણી આપી. સરકારના કડક રૂખ સામે ગુગલે નમવું પડ્યું. કરાર સાથે સમાચાર સંસ્થાઓથી મળેલ કન્ટેન્ટ અનુસાર એમની ભાગીદારી નક્કી થશે. ઉદાહરણ તરીકે પ્રમુખ દૈનિક અખબાર લા મોડને લગભગ ૯.૫ કરોડ રૂપિયા ને સાપ્તાહિક અખબાર લા વોકસને ૧૦ લાખ ચૂકવવા માટે આવશે.

(10:46 am IST)