Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

થનબર્ગથી ટુલકિટ લીક થતાં ડરી ગઇ દિશા રવિ

દિશાએ જ ડિલીટ કરાવ્યું હતું ટ્વિટ : ટુલકિટ કેસ મામલે નવો ખુલાસો

નવી દિલ્હી તા. ૧૬ : ગ્રેટા થનબર્ગ ટૂલકિટ મામલામાં એકિટવિસ્ટ દિશા રવિની ધરપકડ બાદ વધુ એક ખુલાસો થયો છે. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે જયારે ગ્રેટા થનબર્ગે ભૂલથી ટૂલકિટ લીક કર્યો તો દિશા બહું ડરી ગઈ હતી અને તેણે ગ્રેટાને પહેલા ટૂલકિટ ડિલીટ કરવા કહ્યું હતુ. આ ઘટના બાદ તાત્કાલીક દિશા વકીલને મળવા ઈચ્છતી હતી. હકિકતમાં તેને એ વાતનો ડર હતો કે પોલીસ યુએપીએ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના પ્રદર્શનથી જોડાયેલ 'ટૂલકિટ' સોશિયલ મીડિયા પર શેર કરવામાં સમાવેશના આરોપમાં કલાઇમેટ એકિટવિસ્ટ દિશા રવિને બેંગલુરૂથી ધરપકડ કરવામાં આવી છે. ૨૧ વર્ષીય દિશા રવિને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે. તેના પર આરોપ છે કે ખેડૂતોની સાથે જોડાયેલા ટૂલકિટને તેણે એડિટ કર્યા છે. તેણે કેટલીક બાબતો જોડી અને તેને આગળ મોકયા છે.

પોલીસે કોર્ટે જણાવ્યું કે, બે વધુ આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવશે. દિશા પર કલાઇમેટ એકિટવિસ્ટ ગ્રેટા થનબર્ગ તરફથી શેર કરવામાં આવેલ ટૂલકિટને એડિટ કરવા અને તેને ફોરવર્ડ કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, દિશા રવિએ ગ્રેટા થનબર્ગની સાથે 'ટૂલકિટ' શેર કરી હતી.

પોલીસે એ પણ દાવો કર્યો છે કે દિશાએ ગ્રેટાને પહેલા ટૂલકિટ ડિલીટ કરવા કહ્યું હતુ. કેમ કે તે ડોકયૂમેન્ટ્સમાં તેનાં નામનો ઉલ્લેખ હતો. પોલીસનો દાવો છે કે દિશાના કહેવા પર ગ્રેટાએ કથિત ટ્વીટ હટાવી દીધી હતી. એ બાદ તેને એડિટ કર્યા બાદ શેર કરી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું તે દિશાએ ટેલિગ્રામ પર થનબર્ગને લખ્યું છે કે ઠીક છે શું આવું થઈ શકે છે કે તમને ટૂલકિટને પૂરી રીતે ટ્વીટ ન કરો. શું આપણે થોડી વાર માટે રોકાઈ શકીએ છીએ. હું વકીલ સાથે વાત કરવાની છું. સોરી પણ તેના પર આપણા નામ છે અને આપણી વિરુદ્ઘ યુએપીએ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.

દિશા રવિની સાથે મુંબઈની એક વકીલ અને બીડનું એક એન્જિનિયર પણ સામેલ છે. વકીલ નિકિતા જૈકબ અને એન્જિનિયર શાંતનુ મુલુકની વિરુદ્ઘ બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. હાલમાં બન્ને ફરાર છે.

હિંસાના ૧૫ દિવસ પહેલા એટલે કે ૧૧ જાન્યુઆરીએ આ બન્નેએ ખાલિસ્તાન સમર્થક ગ્રુપ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (પીએફજે) દ્વારા ઓનલાઈન ઝૂમ એપથી મીટિંગમાં ભાગ લીધો. દિશાની સાથે નિકિતા અને શાંતનુએ ખેડૂત આંદોલન સંબંધિત ટૂલકિટ બનાવ્યા હતા અને ભારતની છબી ખરડાવવા પ્લાન બનાવ્યો હતો.

(10:52 am IST)