Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઐતિહાસિક સપાટીએ ખુલ્‍યો સેન્‍સેક્‍સ : પારો ૫૨,૪૦૦ને પાર

શેરબજારમાં આજે પણ મંગલ... મંગલ : નિફટી પણ રેકોર્ડ સ્‍તરે

નવી દિલ્‍હી તા. ૧૬ : આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેર બજાર તેજી સાથે ખુલ્‍યુ. બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેંજના પ્રમુખ ઇંડેક્‍સ સેંસેક્‍સ ૩૦૮.૧૭ અંક (૦.૫૯ ટકા)ની તેજી સાથે ૫૨૪૬૨.૩૦ના સ્‍તર પર ખુલ્‍યુ. સાથે જ નેશનલ સ્‍ટોક એક્‍સચેંજના નિફટી ૫૬.૫૭ એટલે કે ૦.૩૭ ટકાની તેજી સાથે ૧૫,૩૭૧.૪૫ના સ્‍તર પર ખુલ્‍યુ. શરૂઆતના કારોબારમાં ૯૯૧ શેરોમાં તેજી આવી. ૩૫૩ શેરમાં ઘટાડો નોંધાયો અને ૬૦ શેરોમાં કોઇ બદલાવ નથી થયો.

શેર બજારમાં ગત સપ્તાહ તેજીનો સિલસિલો જારી રહ્યો. ગત સપ્તાહ સેંસેક્‍સ ૮૧૨.૬૭ અંક એટલે કે ૧.૬૦ ટકા ચડી ગયું. સેંસેક્‍સના ટોપ ૧૦માંથી સાત કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ ૧,૪૦,૪૩૦.૪૫ કરોડ રૂપિયા વધી ગયું. તેમાંથી સૌથી વધુ ફાયદો રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝને થયો. લાભમાં રહેલા પ્રમુખ શેરોમાં રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ટીસીએસ, ઇંફોસિસ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય સ્‍ટેટ બેંક અને બજાજ ફાઇનાન્‍સ સામેલ છે. સાથે જ એચડીએફસી બેંક, હિન્‍દુસ્‍તાન યુનિલિવર અને કોટક મહિન્‍દ્રામાં ઘટાડો નોંધાયો.દિગ્‍ગજ શેરોની વાત કરીઓ તો, આજે શરૂઆતી કારોબાર દરમ્‍યાન HDFC BANK, SBI, ગ્રાસિમ, ટેક મહિન્‍દ્રા અને ટાટા એકસિસ બેંકના શેર લાલી નિશાન પર ખુલ્‍યા. તો અદાણી પોર્ટસ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, JSW સ્‍ટીલ અને ટાટા સ્‍ટીલના શેર લાલ નિશાન પર ખુલ્‍યા.

(11:05 am IST)