Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આઝમગઢ જિલ્લામાં બસપાના નેતાની ગોળી મારીને હત્યા : કલામુદ્દીનના ઘર પાસે જ અંધાધૂંધ ચલાવી બાઇકસવાર ફરાર

પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં સોમવારે સાંજે એક 60 વર્ષીય બીએસપી નેતા ગોળી મારીને હત્યા કરી દીધી છે. બસપા નેતા કલામુદ્દીનને ગોળી માર્યા પછી બાઈક સવાર અપરાધી ફરાર થઈ ગયો હતો. ઘટના પછી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી ગઈ છે

  આઝમગઢ જિલ્લાના ખુનનપુર ગામમાં બસપા નેતા કલામુદ્દીન પોતાના ઘર સામે બેસેલા હતા. ત્યારે અચાનક બાઈક સવાર બદમાશ આવી પહોંચ્યા અને તેમના પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધી. ગોળી લાગ્યા પછી કલામુદ્દીનને લાલગંઝના સીએસસી હોસ્પિટલ લઈ ગયા. અહીં ડોક્ટરોએ કલામુદ્દીનની હાલત ગંભીર બતાવવામાં આવી અને તેમને વારાણસી રેફર કરવામાં આવ્યા. વારાણસી પહોંચ્યા પછી ડોક્ટરોએ કલામુદ્દીનને મૃત જાહેર કરી દીધા હતા

કલામુદ્દીન વર્ષ 2004 અને 2012માં નિઝામબાદ વિધાનસભા ક્ષેત્રમાં બસપાની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. પોલીસ અનુસાર કલામુદ્દીનનો ઈતિહાસ પણ રક્તરંજિત છે. કલામુદ્દીન પર બે મર્ડર અને ગેંગસ્ટરના કેસ નોંધાયેલા છે. પોલીસ અનુસાર ગામમાં જૂની અદાવત ચાલી રહી હતી. કલામુદ્દીનની પુત્રી ઉપર પણ હુમલો થયો હતો, તે પછીથી તે પોતાના પરિવાર સાથે લખનઉ રહી રહ્યા હતા. એક દિવસ પહેલા જ તેઓ પોતાના ઘરે આવ્યા હતા અને ત્યાં તેમની હત્યા કરી દેવામાં આવી. પોલીસ અનુસાર આ ઘટના જૂની અદાવતના કારણે ઘટી છે.

(12:02 pm IST)