Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

૧૫ માર્ચે હાજર થવા આદેશ

JNU રાજદ્રોહ કેસ : કન્હૈયાકુમાર સહિત ૧૦ને દિલ્હીની એક કોર્ટે પાઠવ્યું સમન્સ

નવી દિલ્હી તા. ૧૬ : દિલ્હીની એક કોર્ટે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા સહિત દશ લોકોને રાજદ્રૌહ મામલે ૧૫ માર્ચે સમન્સ મોકલ્યું છે. દિલ્હી પોલીસે ૨૦૧૬માં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયમાં થયેલી નારેબાજી મામલે ચાર્જશીટ દાખલ કરવાની મંજુરી એક વર્ષ પહેલા જ મળી હતી. પોલીસે તેમની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સંસદ હુમલાના દોષિત અફઝલગુરૂની વરસી પર કન્હૈયાકુમારને માર્ચની અગુવાઇ કરી અને અન્ય ૯ લોકોએ નારેબાજી કરી.  પટિયાલા હાઉસ કોર્ટે સીજેએમ ડો. પંકજ શર્માએ કહ્યું કે, આ દરેક અભિયુકતો વિરૂધ્ધ કેસ ચલાવાની મંજુરી ગયા વર્ષે ફેબ્રુઆરીના મહીનામાં જ દિલ્હી સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આ દરેક આરોપી વ્યકિતઓને તલબ કરવામાં આવ્યા છે અને ૧૫ માર્ચ ૨૦૨૧ના રોજ તપાસ અધ્કિારી દ્વારા આ મામલે રજૂ કરવા કહ્યું છે.  ચાર્જશીટમાં કન્હૈયા ઉપરાંત ઉમર ખાલિદ, ભટ્ટાચાર્ય, આકિબ હૂસૈન, મુજીબ હુસૈન ગટટુ, મુનીબ હુસૈન ગટટુ, ઉમરગુલ, રઇસ રસૂલ, બશારત અલી, ખાલિદ બશીર ભટ્ટનું નામ સામેલ છે.

(12:51 pm IST)