Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

11 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનાર પટણા સ્કૂલના પ્રિન્સિપાલને સજા એ મોત : મદદગારી કરનાર શિક્ષકને આજીવન કેદ : પોક્સો જજનો ચુકાદો

પટણા : બિહારના પટણામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી 11 વર્ષીય માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારવાના આરોપી સ્કૂલના પ્રિન્સિપાલ અરવિંદકુમારે પોક્સો જજ અવધેશ કુમારે સજા એ મોત ફરમાવી છે.તથા 1 લાખ રૂપિયાનો દંડ ફરમાવ્યો છે.તેમજ મદદગારી કરનાર શિક્ષક અભિષેક કુમારને આજીવન કેદ ફટકારાઇ છે.તથા 50  હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

બાળકી ઉપર બળાત્કાર ગુજારાયાની જાણ તેના વાલીને જયારે તે ગર્ભવતી થઇ ત્યારે સપ્ટેમ્બર 2018 ની સાલમાં થઇ હતી.તેથી મહિલા થાણામાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઇ હતી.જેના અનુસંધાને ઉપરોક્ત ચુકાદો ફરમાવાયો  હોવાનું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:52 pm IST)