Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વોટ્સએપમાં આવશે ૪ જબરદસ્ત ફીચર્સ : ચેટીંગનો એકસપીરિયન્સ બદલાઇ જશે

નવી દિલ્હી તા. ૧૬ : વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે. જેથી આ વર્ષે પણ કંપની કેટલાક નવા ફીચર્સ લોન્ચ કરવાની છે. જેનાથી યુઝર્સનો ચેટિંગનો એકસપીરિયન્સ જ બદલાઈ જશે.

વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર

વોટ્સએપ યુઝર્સ આ સુવિધાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ ફીચરના સ્ટેબલ રોલઆઉટ પછી, યુઝર સિંગલ વોટ્સએપ એકાઉન્ટ એક કરતા વધુ ડિવાઇસ પર ઓપરેટ કરી શકશે. કંપની છેલ્લા ઘણાં સમયથી આ ફીચરનું બીટા ટેસ્ટિંગ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સુવિધા ટૂંક સમયમાં ગ્લોબલયુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. અત્યાર સુધી યુઝર એકવારમાં એક જ મોબાઈલ પર પોતાનો વોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકે છે.

વોટ્સએપ વેબથી થશે વોઈસ અને વીડિયો કોલિંગ

કંપની વોઈસ અને વીડિયો કોલ્સ પર કામ કરી રહી છે. આ ફીચર અંતર્ગત તમે વોટ્સએપ પર ઈન્કમિંગ કોલ્સ પર એક અલગ વિંડો ઓપન થશે જયાંથી તમે કોલ એકસેપ્ટ અને રિજેકટ કરી શકો છો. વોટ્સએપ વેબથી કોલ કરવા પર જે વિંડો ઓપન થશે તે રિસીવ થતી વિંડો કરતા અલગ હશે. અત્યારે તેમાં ગ્રુપ કોલ્સનું ફીચર નથી પરંતુ આવનાર સમયમાં આ ફીચર આવી શકે છે. વોટ્સએપમાં કોલિંગ દરમિયાન યુઝર્સ મેઈન વ્હોટ્સએપ ઈન્ટરફેસ પર ચેટિંગ કરી શકશે. કેમ કે કોલિંગ માટે એક અલગ પોપ અપ વિંડો ઓપન થશે. આ વર્ષે આ ફીચર રોલઆઉટ થઈ જશે.

રીડ લેટર ફીચર

વોટ્સએપ ઘણાં સમયથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરના રોલઆઉટ પછી, યુઝર્સ પોતાના કોન્ટેકટ્સને રીડ લેટર ફીચરમાં માર્ક કરી શકશે. એટલે કે સિલેકટ કરેલાં કોન્ટેકટના મેસેજ અને કોલ તમને ત્યાં સુધી ડિસ્ટર્બ નહીં કરે જયાં સુધી તમે આ ફીચર ડિસેબલ નહીં કરો. વોટ્સએપએ હાલ આ ફીચર વિશે કોઈ જાણકારી આપી નથી પરંતુ એવી ચર્ચા છે કે આ ફીચર વેકેશન મોડના નામથી રોલઆઉટ થશે.

મ્યૂટ વીડિયો ફીચર

વોટ્સએપ મ્યૂટ વીડિયો ફીચર હાલ ટેસ્ટિંગ મોડમાં છે. આ ફીચરમાં યુઝર્સ કોઈપણ કોન્ટેકટને વીડિયો મોકલતા પહેલાં તેને મ્યૂટ કરી શકે છે. કંપની આ ફીચર ટૂંક સમયમાં રોલઆઉટ કરી શકે છે. WABetaInfoના રિપોર્ટ મુજબ યુઝર્સને મ્યૂટ વીડિયોનો ઓપ્શન વીડિયો એડિટિંગ સ્ક્રીનમાં મળશે.

(3:08 pm IST)