Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

દેશમાં અત્યાર સુધીમાં ૮૭ લાખ લોકોનું રસીકરણ : મૃત્યુદરમાં ઘટાડો

કોરોનાના કુલ ૯૧૨૧ નવા કેસ ૮૧ના મોત

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં કોરાના વાઇરસના ૧૧,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં નવા કેસો ઘણા સમયથી ૨૦,૦૦૦થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૧.૦૯ કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૯,૧૨૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૧,૦૯,૨૫,૭૧૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૧,૫૫,૮૧૩ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૧,૦૬,૩૩,૦૨૫ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૧,૮૦૫ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જયારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૧,૩૬,૮૭૨ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૯૭.૨૬ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૪૩ ટકા થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં ૮૭,૨૦,૮૨૨ લાખની આસપાસ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૪,૩૫,૫૨૭ કોરોના રસી આપવામાં આવી હતી.

(3:12 pm IST)