Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પતિ પર વ્યભિચારનો આરોપ એ છુટાછેડા માટેનો મજબૂર આધાર

ગેરકાયદેસર સંબંધ રાખવાનો ખોટો આરોપ લગાવવો એ માનસિક પજવણી : મહિલાની અરજી હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હી તા. ૧૬ : કોઈ સ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ રાખવાનો ખોટો આરોપ લગાવવોએ પતિના ચરિત્રના અપમાનનો પ્રયત્ન અને તેની માનસિક પજવણી છે. હાઈકોર્ટે આ અંગે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે પત્નીએ છૂટાછેડાને મંજૂરી આપવાનો મુખ્ય આધાર પતિ પર ગેરકાયદેસર સંબંધોનો ખોટો આરોપ બતાવવામાં આવે છે. જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની ખંડપીઠે છૂટાછેડાને મંજૂરી આપવાના ફેમિલી કોર્ટના નિર્ણય સામે મહિલાની અપીલ ફગાવી દીધી હતી.ખંડપીઠે કહ્યું છે કે મહિલાએ તેની ભાભી જ નહીં, આસપાસના અન્ય મહિલાઓ સાથેના પતિના ગેરકાયદેસર સંબંધો જેવો ગંભીર આરોપો લગાવ્યો હતો. પરંતુ તે તેમને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. કોર્ટે કહ્યું છે કે આ આરોપો પછી, બધાએ તેના પતિ વિશે ચર્ચા શરૂ કરી હતી. મહિલાએ માત્ર આક્ષેપો કર્યા જ નહીં પરંતુ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પણ આ આરોપોને પુનરાવર્તિત કર્યા. ખંડપીઠે કહ્યું છે કે આવા આક્ષેપો માનસિક પજવણી છે. હાઈકોર્ટે કહ્યું છે કે પજવણીના કારણોને આધારે છૂટાછેડાને મંજૂરી આપવા માટે ફેમિલી કોર્ટના નિર્ણયમાં દખલ કરવાની જરૂર નથી. આ સાથે હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણય સામે મહિલા દ્વારા દાખલ કરેલી અપીલને પાયાવિહોણા ગણાવી હતી.

ફેમિલી કોર્ટે ગયા વર્ષે તેના પતિની છૂટાછેડાની માંગણી કરતી અરજી સ્વીકારી હતી. ફેમિલી કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને હવાલો આપતા પતિને ખોટી રીતે દોષી ઠેરવવા ઉપરાંત મહિલા દ્વારાવારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપવાથી પતિને માનસિક ત્રાસ આપતી ગણાવી છે. આ નિર્ણય સામે મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. મહિલાએ અપીલમાં જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટે તેની આ અરજી નકારી કાઢી હતી.પત્ની પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવતા પતિએ છૂટાછેડા લેવાની માંગણી કરી હતી. પતિએ આરોપ લગાવ્યો હતો કે પત્ની તેની ભાભી અને અન્ય મહિલાઓ સાથેગેરકાયદેસર સંબંધ બાંધવાના ખોટા આક્ષેપો કરી તેને માનસિક ત્રાસ આપી રહી છે. તે આક્ષેપ પણ કરાયો હતો કે તે વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે. પતિએ હિંદુ મેરેજ એકટ હેઠળ છૂટાછેડાને મંજૂરી આપવાની માંગ કરી હતી. જોકે, કોર્ટમાં મહિલાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

(3:13 pm IST)