Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

લશ્કર વિરૂધ્ધ આંગળી ઉઠાવી તો ૨૦ વર્ષ જેલ !

મ્યાંમાર (બર્મા)માં સતાપલટો કરી લશ્કરે શાસન કબ્જે લીધા સામે પ્રચંડ વિરોધ દેખાવો થઇ રહ્યા છે ત્યારે લશ્કરે પોતાના તેવર બતાવવા શરૂ કર્યા છે અને નવો કાયદો બનાવ્યો છે. જે મુજબ લશ્કરે સતાપલ્ટા વિરૂધ્ધ દેખાવ કરનારાઓ જો લશ્કરના રસ્તામાં વચ્ચે આવશે તો ૨૦ વર્ષેની જેલ સજાની જોગવાઇ કરેલ છે. દેખાવો નબળા પાડવા સોશ્યલ મિડીયા સાઇટો ઉપર પ્રતિબંધ લાવ્યો છે અને અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધા છે.

મ્યાંમારની સુપ્રસિધ્ધ મહિલા નેતા આંગ સૂની મુકિત માટે દેશભરમાં હજારો લોકો દેખાવ કરી રહ્યા છે.

(3:16 pm IST)