Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનો ત્રીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ.૫૮૭.૨૪ મિલીયન

કામગીરીમાંથી આવક રૂ.૧૯૮૪ મિલીયન, EBTDT માર્જીન ૬૦ ટકા

મુંબઈ/પિપાવાવઃ એપીએમ ટર્મિનલ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૫૮૭.૨૪ મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો કુલ ચોખ્ખો નફો રૂ. ૧,૩૪૦.૦૭ મિલિયન હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડિફર્ડ ટેક્ષની આવક થઈ હોવાથી સમીક્ષાના ગાળા માટે ચોખ્ખા નફાની સરખામણી ન કરી શકાય. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવક રૂ. ૧,૯૮૪ મિલિયન હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની રૂ. ૧૯૬૫.૮૧ મિલિયનથી ૧ ટકા વધારે હતી. EBIDTA (વ્યાજ, કરવેરા, ઘસારો અને એમોર્ટાઇઝેશન અગાઉની આવક ઘટીને ૧,૧૦૦.૨૧ મિલિયન હતી, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૧,૧૭૦.૫૧ મિલિયન હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં EBIDTA માર્જિન ૫૫ ટકા હતું, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૬૦ ટકા હતું, જે માટે ત્રિમાસિક ગાળા દરમિયાન ચોક્કસ ખર્ચ જવાબદાર હતો. આ ખર્ચને બાદ કરતાં EBIDTA માર્જિન ૬૦ ટકા જળવાઈ રહ્યું હતું.

૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા નવ મહિના માટે આવક ગયા મહિનાના સમાન ગાળાની સરખામણીમાં ૫.૮ ટકા ઘટીને રૂ. ૫૪૦૦.૩૬ મિલિયન થયો હતો. EBIDTA અને ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૩,૦૮૪.૨૬ મિલિયન અને રૂ. ૧,૫૬૫.૬૩ મિલિયન હતો.

ત્રિમાસિક ગાળા દરમિયાન પોર્ટે એક મહિનામાં સૌથી વધુ સંખ્યામાં ડબલ સ્ટેક ટ્રેનોનું સંચાલન કરવાનો અન્ય એક સીમાચિહન સર કર્યું હતું. પોર્ટે નવેમ્બર, ૨૦૨૦માં ૧૮૧ ડબલ સ્ટેક ટ્રેનોનું સંચાલન કર્યું હતું, જેમાંથી ૧૫૭ ટ્રેનો આઉટવર્ડ ડબલ સ્ટેક ટ્રેનો હતી. પોર્ટે ત્રિમાસિક ગાળા આ દરમિયાન આયાતમાં મહત્ત્વ ઘટાડો થવાને કારણે કન્ટેઇનર્સની ખેંચની મહત્ત્વપૂર્ણ સમસ્યાનું સમાધાન કરવા ખાલી કન્ટેઇનર્સ માટે ટર્મિનલ હેન્ડલિંગ ચાર્જમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરીને વેપારને સુવિધા આપવાની પહેલ પણ લીધી હતી.

(3:17 pm IST)