Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજયસભાના સભ્ય તરીકે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્યરત રહીશ : રામભાઇ

ભાજપના ઉમેદવારની અકિલા સાથે વાતચીત : સમાજ સેવાના અભયભાઇના અધુરા કાર્યો પુરા કરવાનો નિર્ધાર

રાજકોટ, તા. ૧૬ :  રાજયસભાના ભાજના ઉમેદવાર તરીકે શ્રી રામભાઇ મોકરિયાએ પુરતી નિષ્ઠાની જનસેવા કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.  શ્રી રામભાઇએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ૪ દાયકાથી જાહેર જીવનમાં કાર્યરત છું. ભૂતકાળમાં વિદ્યાર્થી પરિષદમાં કાર્ય કરેલ. રાજયસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી અમિતભાઇ શાહ, જે.પી. નડા, સી.આર. પાટીલ, વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલે વગેરેનો આભારી છું. સાંસદ તરીકે પુરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરીશે. ખેડૂતો, ઉદ્યોગ સહિત વિવિધ વર્ગોના પ્રશ્નો માટે સક્રિય રહીશ. સ્વ. અભયભાઇ ભારદ્વાજ મારા વર્ષો જુના મિત્ર હતા. તેમના સમાજ સેવાના અધુરા કાર્યો આગળ વધારીશ.

(3:52 pm IST)