Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

નેટફિલક્‍સ અને એમેઝોન પ્રાઇમ જેવા ઓટીટી પ્‍લેટફોર્મ ઉપર કન્‍ટેન્‍ટને રેગ્‍યુલેટ કરવા માટે વકિલ શશાંક શેખર ઝાની જાહેર હિતની અરજી ઉપર કેન્‍દ્ર સરકારને સુપ્રિમની નોટીસ

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે મંગળવારે એક સ્વાયત સંસ્થા દ્વારા નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે વકીલ શશાંક શેખર ઝા દ્વારા દાખલ જાહેરહિતની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી પીઠે કેન્દ્રનો પક્ષ રજૂ કરી રહેલા સૉલિસિટર જનરલ કેએમ નટરાજનને કહ્યું કે, માટે સરકાર પગલા ભરવા વિચારી રહી છે, આટલું કહેવું પુરતું નથી. CJI પૂછ્યું કે, તમને શું કરી રહ્યાં છો? કાયદા બનાવી રહ્યા છો કે કંઈ બીજુ કરી રહ્યાં છો? તમે શું કરવા માંગો છો? માટો સોગંધનામુ દાખલ કરો.

કેન્દ્રના વકીલે કહ્યું કે, મુદ્દો વિચારણા હેઠળ છે અને હજુ સુધી કોઈ પણ પગલાને અંતિમ ઓપ નથી આપવામાં આવ્યો. CJI જણાવ્યું કે, કોર્ટ માત્ર તમારા વિચાર-વિમર્શને સ્વીકારી નથી શકતી. નોટિસ આપવામાં આવે છે.

ગત વર્ષે ઑક્ટોબરમાં સર્વોચ્ચ અદાલકે વિવિધ OTT/ સ્ટ્રીમિંગ અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટની દેખરેખ અને રેગ્યુલેટ માટે એક યોગ્ય સંસ્થાની સ્થાપના કરવા માટે જાહેરહિતની અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. PIL માં કહેવામાં આવ્યું હતું કે, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, Zee 5 અને હૉટસ્ટાર સહિતના OTT/ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંથી કોઈએ પણ ફેબ્રુઆરી 2020થી સૂચના અને પ્રસારણ મંત્રાલયે દ્વારા આપવામાં આવેલ નિયંત્રણ પર હસ્તાક્ષર નથી કર્યાં.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઑનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થનારા સમાચાર, સામગ્રી અને ફિલ્મના નિયમનનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલકે એક સ્વાયસ સંસ્થા દ્વારા OTT પ્લેટફોર્મના નિયમનને લઈને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેના એક મહિનામાં સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય બાદ કહેવામાં આવ્યું છે કે, તમામ પ્રકારના OTT પ્લેટફોર્મ નિયમો અને નિયમન અંતર્ગત આવી જશે.

(5:30 pm IST)