Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આખરે મહિનાઓ પછી સુપ્રીમ કોર્ટે જર્નાલિસ્ટ રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ સુઓમોટો કેસ નોંધ્યો : એટર્ની જનરલ વેણુગોપાલ અસંમત હતા : ન્યાયતંત્રની ટીકા કરી કોર્ટની અવગણના કરવા મામલે આસ્થા ખુરાનાએ કરેલી પિટિશન હાથ ધરી

ન્યુદિલ્હી : એટર્ની જનરલ વેણુગોપાલે અગાઉ અસંમતિ આપી હોવા છતાં આખરે સુપ્રીમ કોર્ટે જર્નાલિસ્ટ  રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ સુઓમોટો કેસ નોંધ્યો હોવાનું જાણવા મળે છે. ન્યાયતંત્રની ટીકા કરી  કોર્ટની અવગણના કરવા મામલે આસ્થા ખુરાનાએ સપ્ટેમ્બર 2020 માં કરેલી પિટિશન હાથ ધરવામાં આવી છે.

રાજદીપ સરદેસાઈએ પ્રશાંત ભૂષણના કેસ મામલે ટીકા કરી જણાવ્યું હતું કે કાશ્મીર અંગેનો કેસ એક વર્ષથી પડતર છે તે સંજોગોમાં પ્રશાંત ભૂષણનો કેસ હાથ ધરી તેમને એક રૂપિયાનો ટોકન દંડ કરાયો.અને દંડ ન ભરે તો ત્રણ માસની જેલ સજા કરવાનો હુકમ પણ વિવાદાસ્પદ ગણાવ્યો હતો.

જે આડકતરી રીતે ન્યાયધીશો ઉપરના આક્ષેપ સમાન કોમેન્ટ હતી.

ઉલ્લેખનીય છે કે કોર્ટની અવગણના મામલે એટર્ની જનરલ અથવા સોલિસિટર જનરલની સંમતિ જરૂરી ગણવામાં આવે છે.તેથી ખુરાનાએ એટર્ની જનરલ વેણુગોપાલની સંમતિ માંગી હતી.જેના અનુસંધાને  વેણુગોપાલે રાજદીપ સરદેસાઈની કૉમેન્ટને સામાન્ય ગણાવી તે કોર્ટના અનાદર સમાન ન હોવાનું જણાવ્યું હતું.પરંતુ પિટિશનરે જણાવ્યું હતું કે આ અગાઉ પણ એટર્ની જનરલની સંમતિ વિના કોર્ટના અનાદરના  કેસ નોંધાયા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)