Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પાંચ રાજ્યો માટે ચૂંટણીની તારીખો આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે: ૧૭ થી ૩૦ એપ્રિલ વચ્ચે ચૂંટણી યોજાવાની સંભાવના: ૪ મે પહેલા પરિણામો જાહેર થઈ જશે

નવી દિલ્હી: તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને પુડુચેરી  વિધાનસભાની ચૂંટણીઓની તારીખો આ મહિનાના અંત સુધીમાં ચૂંટણી પંચ જાહેર કરી દયે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

આ પાંચ રાજ્યોમાં ૧૭ થી ૩૦ એપ્રિલ વચ્ચે જુદા-જુદા દિવસોમાં ચૂંટણીઓ યોજાશે અને તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામો ચોથી મે સુધીમાં જાહેર થઈ જશે તેમ પણ ન્યૂઝ ફર્સ્ટ જણાવે છે.

મળતી વિગતો મુજબ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કામાં મતદાન થશે, જ્યારે આસામમાં ચાર તબક્કામાં, કેરળમાં એક અથવા બે તબક્કામાં અને પુડુચેરીમાં એક તબક્કામાં મતદાન થશે જ્યાં આજે જ કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી છે.

આવતીકાલે સવારે મોદી પ્રધાનમંડળની મહત્વની બેઠક
દરમિયાન આવતીકાલે સવારે 10:30 કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક મળી રહી છે

(9:05 pm IST)