Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રિસર્ચ મુજબ ભારત બાયોટેક અને અસ્‍ટ્રાજેનેકાન વેકસીન અસરકારક : નવા સ્‍ટ્રેન અને કોરોનાની ત્રીજી લહેરથી કદાચ ભારત સુરક્ષીત છે : કેનેડામાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી

 

કેનેડા : રિચર્સ મુજબ ભારત બાયોટેક અને અસ્ટ્રાજેનેકાની વેકસીન અસરકાર હોઇ નવા સ્ટ્રેન અને કોરોનાની ત્રીજી લહેરથી કદાચ ભારત સુરક્ષીત છે. અને કેનેડામાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી અપાઇ છે.

કેનેડાના 10 જિલ્લામાં કોરાના વાયરસનો નવા સ્ટ્રેઇનના મામલા સામે આવ્યા પછી ત્યાંના આરોગ્ય વિશેષજ્ઞોએ મહામારીની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસની 3 નવા સ્ટ્રેઇન, દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ, બ્રિટિશ વેરિએન્ટ અને બ્રાઝિલિયન વેરિએન્ટ માટે હેલ્થ તજજ્ઞો ખાસ ચિતિંત છે.

શનિવારે અધિકારીઓએ જાહેરાત કરી કે કેનેડાના 10 જિલ્લામાં બ્રિટિશ B.1.1.7 વેરિએન્ટની જાણકારી મળી છે. બ્રિટિશ વેરિએન્ટ વધારે સંક્રમક હોવાનું માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ કેન્ટ વેરિએન્ટ તરીકે પણ કરવામાં આવે છે. ભારત સહિત 60 દેશોમાં પણ કેન્ટ વેરિએન્ટ શોધી કાઢવામાં આવ્યો હતો. કેનેડામાં આ ઉપરાંત દક્ષિણ આફ્રિકી B 1.351 વેરિએન્ટના 28 કેસ સામે આવ્યા છે. શિન્હૂઆ ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે એક કેસ બ્રાઝિલિયન P.1 સ્ટ્રેનનો પણ સામે આવ્યો છે.

કોવિડા-19 મહામારીના ફેલાવામાં ઘટાડો આવ્યો હોવા છતા કેનેડાના મુખ્ય જન સ્વાસ્થ્ય અધિકારી ડોકટર થેરેસા ટેમે આ નવા સ્ટ્રેઇનની હાજરીને ધ્યાનમાં રાખીને લોકોને આરોગ્ય ઉપાયોનું સખત પાલન કરવાનો આગ્રહ રાખ્યો છે. તેમણે કહ્યું કે આપણે આરોગ્યને લગતા ઉપાયો અને લોકોની આદત પર સખત સર્તકતા બનાવી રાખવાની જરૂર છે. એને કારણે આ સ્ટ્રેનને રોકવામાં મદદ મળશે.

બ્રિટનના જેનેટિક સર્વેલન્સ પ્રોગ્રામ પ્રમુખ શેરોન પીકોક સહિત અનેક તજજ્ઞોએ ચિંતા વ્યકત કરી છે કે કોરોના વાયરસનો B.1.1.7 સ્ટ્રેન વર્તમાનમાં કોવિડ-19 વેકસીનને કારણે મળતી સુરક્ષાને કમજોર કરી શકે છે. બ્રિટનના કેંટ વિસ્તારમાંથી પહેલીવાર B.1.1.7 વેરિએન્ટ મળ્યો હતો. ભારતમાં પણ અનેક કેસોમાં B.1.1.7 વેરિએન્ટ પોઝિટિવ મળી આવ્યો હતો.

રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે ભારત બાયોટેક અને અસ્ટ્રાજેનેકાની વેકસીન બ્રિટનના નવા સ્ટ્રેનની સામે અસરકારક છે. બનેં વેકસીનને ભારતમાં મંજૂરી મળી ગઇ છે અને દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે. એનો મતલબ એ થયો કે નવા સ્ટ્રેન અને કોરોનાની ત્રીજી લહેરથી કદાચ ભારત સુરક્ષિત છે.

ભારતમાં હવે કોરોના વાયરસ મહામારીના નવા કેસ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી રહ્યા છે અને બનેં વેકસીનો દેશભરના કોરોના વોરિયર્સ અને તબીબોને આપવામાં આવી રહી છે. એ પછી હવે ટુંક સમયમાં 50 વર્ષની ઉંમરના લોકોને પણ વેકસીન આપવાનું સરકાર શરૂ કરવાની છે એ જોતા ભારત સુરક્ષિત હોવાનું જાણકારો માની રહ્યા છે

(12:02 am IST)