Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

બાળકી સાથે ગેંગ રેપના કેસમાં પોક્સો અદાલતે શાળાના હેવાન આચાર્યને ફાંસીની સજા ફટકારી : મદદગાર શિક્ષકને આજીવન કેદની સજા

બિહાર: પટણાની પોકસો કોર્ટે સગીર બાળકી સાથેના ગેંગરેપમાં શાળાના આચાર્ય અરવિંદ કુમારને ફાંસીની સજા ફટકારી છે.  બળાત્કારમાં મદદ કરવા બદલ દોષિત શિક્ષક અભિષેક કુમારને આજીવન કેદની સજા ફટકારી છે.  બંનેને અનુક્રમે ૧ લાખ અને ૫૦ હજાર દંડ પણ કરવામાં આવ્યો છે. ૧૧ વર્ષની આ માસૂમ બાળકી ભયાનક ગેંગરેપના પગલે સગર્ભા બની હતી.

31 વર્ષીય શાળાનો આચાર્ય અરવિંદ ફુલવારીના સબજપુરાનો છે.  તેના પિતા વૈદ્યનાથ સિંહ ઝારખંડના જમશેદપુરમાં હેડ કોન્સ્ટેબલ છે.  જ્યારે બીજો આરોપી શિક્ષક અભિષેક, 27વર્ષનો છે જે, કેબિનેટ કોલોનીમાં રહે છે.  આ કેસમાં  29 મહિના બાદ સજા ફટકારવામાં આવી છે.  

યુવતીના પરિવારને સપ્ટેમ્બર 2018 માં તેની પુત્રીની ગર્ભાવસ્થા પછી નરાધમ આચાર્યની હલકટ કાર્યની ખબર પડી. છોકરીએ આખી વાત તેની માતાને જણાવી હતી. ગર્ભવતી થયા પછી સગીરાને ઉલટી થવી શરૂ થઈ હતી.  માતાએ પૂછતાં તેણે આખી વાત જણાવી.  આ પછી, પરિવાર સગીરા સાથે ડોક્ટર પાસે ગયો.  ત્યાં તેણી ગર્ભવતી હોવાની પુષ્ટિ મળી હતી.  આ પછી ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

 

(12:31 am IST)