Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

એલઆઈસીના કર્મચારીઓ માટે ખુશખબરઃ પગારમાં ૧૬ ટકાનો વધારોઃ ફાઈવ-ડે વિક રહેશે

૧-૮-૨૦૧૭થી નવો પગાર અમલી બનશેઃ કર્મચારીઓને સરેેરાશ ૩ થી ૪ લાખનું એરીયર્સ મળશે : કર્મચારીઓને ૧૩૫૦૦ રૂ. સુધીનું એડીશ્નલ સ્પે. એલાઉન્સ મળશેઃ ડી.એ. ૧૦૦ ટકા પર ન્યુટ્રલાઈઝેશન રહેશેઃ ડી.એ.નો નવો રેટ ૦.૦૮ ટકા રહેશે

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશભરના એલઆઈસીના લગભગ ૧.૧૪ લાખ કર્મચારીઓ માટે ખુશખબર છે. મેનેજમેન્ટે પગારમાં ૧૬ ટકા વધારાને મંજુરી આપી દીધી છે એટલુ જ નહિ એલઆઈસીમાં હવે ફાઈવ-ડે વિક અમલી બનશે. પગાર વધારાને નાણા મંત્રાલયના નાણા સેવા વિભાગે મંજુરી આપી દીધી છે.

પગાર વધારાને મંજુરી આપવાની સાથે સાથે કર્મચારીને દર શનિ-રવિ રજા મળશે. સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાનો નિર્ણય તૂર્ત લાગુ થઈ ગયો છે. કર્મચારીઓ માટે ૧૫૦૦ રૂ.થી લઈને ૧૩૫૦૦ રૂ. સુધી પ્રતિમાસ વધારાના સ્પે. એલાઉન્સને પણ મંજુરી આપવામાં આવી છે. તમામ કેડરને આનો લાભ મળશે. આ એલાઉન્સને ડીયરનેસ એલાઉન્સના કેલકયુલેશન માટે રજૂ કરવામાં આવેલ છે, પરંતુ તેને સીટી એલાઉન્સ, ગ્રેચ્યુટી, એચઆરએ, પેડલીવ એનકેસમેન્ટ અને સુપર એન્યુએશન બેનીફીટ તરીકે માનવામાં નહિ આવે.

સામાન્ય રીતે પ્રત્યેક પાંચ વર્ષ બાદ એલઆઈસી કર્મચારીઓને પગાર વધારો આપે છે. છેલ્લે ૨૦૧૨માં વધારો આપવામા આવ્યો હતો તે પછી ૨૦૧૭માં વધારો થવાનો હતો પરંતુ અત્યાર સુધી તે પેન્ડીંગ હતો. કર્મચારીઓ પગારમાં ૩૫ ટકા વધારાની આશા રાખતા હતા તેના બદલે ૧૬ ટકા મળ્યો છે.

એલઆઈસીમા હવે મોંઘવારી ભથ્થાના ૧૦૦ ટકા બેઅસર થયા બાદ ૧૫ ટકાનો લોડ આપવામાં આવ્યો છે.

એલઆઇસીના મેનેજમેન્ટે તેના દેશભરના ૧ લાખ ૧૦ હજાર કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.છેલ્લા ઘણા સમયથી પગાર વધારા અંગે લડત ચાલતી હતી તે અંગે ગઇકાલે સાંજે મેનેજમેન્ટ અને એલઆઇસી કર્મચારીઓ વચ્ચે સમાધાન થઇ જતા એવરેજ ૧૬ ટકાનો પગાર વધારો મળશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે એક મહત્વના નિર્ણયમાં એલઆઇસીમાં આજથી જ અમલમાં આવે તે રીતે હવેથી ફાઇવ-ડે વીક કામગીરી રહેશે. કાલે ત્રીજો શનીવાર છે. પરંતુ રાજકોટ  સહીત દેશભરમાં એલઆઇસી કચેરીઓમાં  રજા રહેશે. યુનિયન આગેવાન સુત્રોએ જણાવેલ કે રાજકોટના ર૬૦૦ સહીત દેશભરમાં કુલ ૧ લાખ ૧૦ હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓના પગારમાં ૧૬ ટકાનો વધારો આવ્યો છે. આ અક્ષર ૧-૮-ર૦૧૭થી અમલમાં આવશે. આને કારણે દરેક કર્મચારીઓને રૂ. ૩ થી ૪ લાખનું એરીયર્સ મળશે.

(3:07 pm IST)