Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મુંબઈના આકાશમાં રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા શરૂ: કેટલેક સ્થળે હળવો વરસાદ પણ ચાલુ થયો: રાડારમા રાયગઢ પાસે મોટું ડેવલપમેન્ટ દર્શાઈ રહ્યું છે

મુંબઈના આકાશમાં રાત્રે અત્યારે વીજળી અને ગાજવીજ જોવા મળી રહેલ છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે. મુંબઈના રાડારમાં મુંબઈ નજીક રાયગઢના સમુદ્ર કિનારે  કોઈ મોટું ડેવલપમેન્ટ આકાર લઈ  રહ્યાનું દર્શાય છે તેમ ટ્વીટર હેન્ડલ ઉપર હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારી શ્રી હોશાલીકરે મોડી રાત્રે જણાવ્યું છે.

(12:23 am IST)
  • વિખ્યાત મિટિયોરોલોજિસ્ટ અક્ષય દેઓરસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સાયક્લોન તૌક્તે, દક્ષિણ ગુજરાતના માંગરોળ અને જાફરાબાદ વચ્ચે 17 મે રાત્રિના 9 વાગ્યે અને 18 મે સવારે 3 વાગ્યે ના રોજ લેન્ડફોલ કરશે. વર્તમાન આગાહી સૂચવે છે કે સાયકલોન લેન્ડફોલ દરમિયાન 3 કેટેગરીનું હશે. શક્ય છે કે દક્ષિણના ભાગોમાં 200 - 400 મીમીનો કુલ વરસાદ પડે. ગુજરાતના પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લા અને દિવમાં 16 મેની રાતથી જ જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થશે. રાત દરમિયાન પવનની ગતિ અને વરસાદમાં નોંધપાત્ર વધારો થશે. તેમને વધુમાં જણાવ્યું છે કે સૌથી ખરાબ સમયગાળો 17 અને 18 મી બપોર દરમિયાન રહેશે. access_time 4:57 pm IST

  • કર્ણાટકમાં ૨૪ કલાકમાં ૪૧૬૬૪ નવા કેસ : કર્ણાટકમાં ૨૪ કલાકમાં ૪૧૬૬૪ નવા કેસ નોંધાયા, ૩૪૪૨૫ સાજા થયા અને ૩૪૯ મૃત્યુ થયા છે access_time 12:43 am IST

  • જામનગર, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે સોમવારે ૧૭ મેના સવારથી પવન ફૂંકાવા લાગશે અને આવતીકાલે સાંજથી વરસાદ શરૂ થઈ જશે: સૌથી ખરાબ સમય ૧૭મી આવતીકાલે સાંજથી અને મંગળવાર ૧૮મી ની રાત સુધીનો રહેશે: મોટાભાગે ૧૮મી મેના રોજ સવારથી ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાશે access_time 5:42 pm IST